બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

90 વર્ષીય દાદીએ ન્યૂઝ પેપર વાંચવા લેપટોપ ઓપરેટ કરતા શીખ્યું

કેરળમાં ત્રિશૂર શહેરમાં રહેતા મેરી થોમસે 90 વર્ષની ઉંમરે લેપટોપ ચલાવતા શીખ્યું જેથી તેઓ ન્યૂઝ પેપર વાંચી શકે. કોરોના વાઈરસને લીધે લોકોએ ન્યૂઝ પેપર લેવાના બંધ કરી દીધા હતા. છાપું વાંચ્યા વગર દાદીનો દિવસ પૂરો થતો નહોતો. આ દરમિયાન તેમના પૌત્ર અરુણે દાદીને ઓનલાઈન છાપું વાંચવાની સલાહ આપી. શરૂઆતમાં થોડા દિવસો લાગ્યા પણ દાદી લેપટોપ ઓપરેટ કરતા શીખી ગયાં.

10 ધોરણ ભણેલા દાદીએ ખેતી કરીને ગુજરાન ચલાવ્યું. ઉંમર વધવાની સાથે ન્યૂઝ પેપર દાદીનું મિત્ર બની ગયું. અરુણે આખો દિવસ લેપટોપ પર ન્યૂઝ પેપર વાંચતા દાદીનો ફોટો શેર કર્યો. આ ફોટો જોઇને યુઝરે દાદીના વખાણ કર્યા. અરુણે સોશિયલ મીડિયા યુઝર્સની કમેન્ટ્સ દાદીને સંભળાવી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું કે, લેપટોપ ઓપરેટ કરતા શીખીને પણ તેઓ આટલા ફેમસ થઇ શકે છે.