બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટી-20 વર્લ્ડ કપને લઈને આવ્યા મોટા સમાચાર, ટી-૨૦ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરાયું

ટી20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટી-૨૦ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે. આઈસીસીએ આજે ટી 20 વર્લ્ડ કપનું શેડ્યૂલ ડિજિટલ શોમાં જાહેર કરી દીધું છે. જ્યારે 20 વર્લ્ડ કપ  બે અલગ અલગ ગ્રુપ અને તેમાં સામેલ ટીમોની જાહેરાત પહેલાથી કરી દેવામાં આવી છે.

જ્યારે ગ્રુપ 1 અને ગ્રુપ 2 સહિત કુલ આઠ ટીમો સુપર 12 માં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે. હવે સુપર 12 માં સ્થાન મેળવવા માટે આઠ ટીમો પ્રથમ રાઉન્ડમાં સ્પર્ધા કરતી જોવા મળશે. તેમાં આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબીયા અને શ્રીલંકાને ગ્રુપ A માં રખાયા છે જ્યારે ઓમાન, પાપુઆ ન્યૂ ગિની, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશને ગ્રુપ B માં રખાયા છે. બંને જૂથની ટોચની બે ટીમો અને બાકીની આઠ ટીમો બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકશે.

તેની સાથે ટી20 વર્લ્ડ કપ માટે ભારતને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ 2 માં રાખવામાં આવેલ છે. પ્રથમ રાઉન્ડ બાદ તેમાં ગ્રુપ B ની વિજેતા ટીમ અને ગ્રુપ A ની રનર્સ અપ ટીમનો સમાવેશ કરવામાં આવશે.

બીજી તરફ ગ્રુપ 1 માં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામેલ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ બાદ તેમાં ગ્રુપ A ની વિજેતા ટીમ અને ગ્રુપ B ની રનર્સ અપ ટીમને સામેલ કરવામાં આવશે.