બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતીઓ માટે ગર્વની વાત, ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓએ બ્રિટનની કંપની અસ્દા ખરીદી

ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા બ્રિટનની અગ્રણી સુપરમાર્કેટ ચેઇન અસ્દાને ખરીદી લેશે. આ બંને ભાઇઓ આ કંપની વોલમાર્ટ પાસેથી ખરીદશે. આ માટે બંને ભાઇઓએ વોલમાર્ટ સાથે 8.8 અબજ ડોલરની સમજૂતી કરી છે.




બંને ભાઇઓએ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીડીઆર કેપિટલ સાથે મળીને વોેલમાર્ટ સાથે આ સમજૂતી કરી છે. ઉલ્લેખનીય છે કે ઇસા બંધુઓના માતાપિતા 1970ના દાયકામાં ગુજરાતમાંથી બ્રિટન ગયા હતાં. બંને ભાઇઓએ ઇજી ગુ્રપ બિઝમેસ હેઠળ પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજ શરૂ કરી હતી. 




આ દરમિયાન બ્રિટનના ચાન્સેલર ઋષિ સુનકે આ સમજૂતી અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત અસ્દાની માલિકી બ્રિટનની કંપનીને મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા માલિકી આગામી ત્રણ વર્ષમાં એક અબજ પાઉન્ડનું રોકાણ કરવા કટિબદ્ધ છે. હું તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.




આ સમજૂતીની જાહેરાત કરતા વોલમાર્ટે જણાવ્યું છે કે અસ્દાનું હેડકર્વાટર ઉત્તર ઇંગ્લેંડના લીડ્સમાં જ રહેશે અને તેના ચીફ એક્ઝિક્યૂટીવ તરીકે રોજર બર્નલી પણ ચાલુ રહેશે.  બીજી તરફ મોહસીન અને ઝુબેર ઇસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેે અસ્દામાં રોકાણ કરવા બદલ ગર્વ અનુભવી રહ્યાં છે.


માહિતી સૌજન્ય - પીટીઆઇ