પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીને કોર્ટે કરી અનોખી સજા
પંજાલ પોલીસ ઓફિસરો ઉપર પથ્થરમારો કરવા લોકોને ઉશ્કેરવા બદલ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે આરોપી ને કરી અનોખી સજા. પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે આરોપીને આજથી એક માસની અંદર 10 વૃક્ષો વાવવા ને 2 વર્ષ સુધી તેનું જતન કરવાની શિક્ષા કરી છે. તથા શરતી જામીન મંજુર કર્યા છે.
જો આરોપી આ કાર્યમાં નિષ્ફ્ળ જશે તેઓ કોર્ટ યોગ્ય લાગે તે નિર્ણય મુજબ આગળ વધશે. નામદાર ન્યાયધીશે જણાવ્યું હતું કે વર્તમાન કોવિદ -19 સંજોગો વચ્ચે લોકોને ઘરમાં રહેવા સમજાવવાની ફરજ બજાવતા પોલીસ તંત્ર ઉપર પથ્થરમારો કરવો યોગ્ય નથી.આરોપીએ કરેલી ઉશ્કેરણીથી એક પોલીસ ઓફિસરને પથ્થરમારાથી ઇજા થઇ હતી. આરોપીએ કરેલા બચાવમાં જણાવ્યું હતું કે તે પથ્થરમારો કરનાર ગ્રુપમાં શામેલ નહોતો.પરંતુ પોલીસ સૂત્રોને મળેલી માહિતી મુજબ તે ઘટનાનો વિડિઓ ઉતારી રહ્યો હતો.