બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પૃથ્વીનો આકાર પાણીના માટલા જેવો છે કે મોસંબી જેવો !

ભગવાને માણસને પૃથ્વી પર મોકલ્યો એક ચોક્કસ ઉદ્દેશ ની સાથે, જેમાં તે આ પૃથ્વીના લખલુંટ સૌંદર્યનો આનંદ લૂંટી શકે, એકબીજાના દુ:ખ દર્દ માં હંમેશા સાથે રહે, પરસ્પર સહાનુભૂતિ વડે આ ધરતીને ઔર સૌંદર્યવાન બનાવી શકે, એમ ન કરતા આજે આ માણસે પોતાના કેટલાયે વ્યુહો દ્વારા ઈશ્વર ના આ ઉદ્દેશ ને પામવામાં મહદ્દઅંશે નિષ્ફ્ળ રહ્યો છે.


દુનિયામાં અત્યારે મુશ્કેલીઓનો તાગ મેળવી શકાય એમ નથી. એકબાજુ હવામાં પ્રદુષણ ફેલાવાને કારણે ગમે ત્યારે દુનિયાને કુદરતી આફતોનો સામનો કરવો પડે છે તો દેશો- દેશો વચ્ચે યુદ્ધોના પડઘમ વાગી રહયા છે તો એકબાજુ દુનિયામાં આ કોરોના મુસીબત અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે આવી બધી પરીસ્થિતિઓ જોઈ મનમાં વિચાર એવો આવે કે આ બધું આપણા કારણે તો નહી થયું હોય ને! અત્યારે આવી કેટલીય મુશ્કેલીઓનો આપણે સામનો કરી રહયા છીએ તેના મૂળમાં માનવ જ નહીં હોય ને ! આપને જાતે કરીને આપણા પગ પર કુહાડો તો નથી માર્યો ને !


આજે દુનિયામાં જાત-જાતના પશુ-પંખીઓ માનવોનો મનભાવન ખોરાક બની રહ્યા છે. આપણે પૃથ્વીની દરેક જગ્યા ઉપર કબજો મેળવતા થયા છીએ તેથી અબોલજીવોને રહેવા માટે જગ્યા પણ ઓછી પડી રહી છે. આપણા સ્વાર્થ માટે આપણે જંગલોનો સફાયો કરી રહયા છીએ. જંગલોમાં અમાનવીય પ્રવૃતિઓથી પ્રાણીઓ મરી રહ્યા છે. દુનિયામાં વધતી ટેક્નોલોજીનો સદ્દઉદુપયોગની જગ્યાએ દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. દુનિયામાં બધે જ માનવો નિર્મિત ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. આવા બધા કારણોને પરિણામે ડેગ્યું, ચીકનગુનીયા, હાથીપગા, કોરોના જેવા અસાધ્ય રોગોથી લોકો પીડાઈ રહ્યો છે. આજે માનવોની દુનિયામાં માનવોને જ રહેવું મુશ્કેલ પડી રહ્યું છે.


દુનિયામાં વધતી અરાજકતા, ઘટતા માનવીય સબંધો, કોઈનું છીનવી કે પડાવી લેવાની માનવીય વૃત્તિ, કોઈના પર દયા, ભાવના જેવી લાગણીઓનો આભાવ આવા સ્વાભાવને કારણે જ માનવ પાપી બની ગયો છે. કુદરતે તો આપણને રહેવા માટે સુંદર પ્રકૃતિ સભર પૃથ્વી આપી હતી. જેમાં ખળખળ વહેતા ઝરણાઓ હોય, પક્ષીઓનો કલરવ થતો હોય ઉંચા- ઉંચા પહાડો અને નદીઓ હોય, જ્યા ચોમાસામાં નિયમિત રીતે વરસાદ વરસતો હોય, શિયાળામાં ગુલાબી ઠંડીમાં જાત-જાતના પકવાનો ખાવાનો અનેરો આનંદ આવતો હોય, ઉનાળામાં બફારાની પણ એક મજા હોય, ચોમાસામાં વરસાદમાં નદી નાળા છલકાતા ધરતી અમૃત બની જતી હોય.


ભગવાને આપણને આવી સરસ પૃથ્વી ઉપર મનુષ્ય આવતાર આપ્યો જેમાં હાથે આપણે સારા એવા કર્મો કરી શકીયે, આંખે આ અદ્દભુત કુદરતી સૌન્દર્ય જોઈ શકીયે, પગથી આખી પૃથ્વી પર વિહાર કરી તેની સુંદર બનાવટને જોઈ શકીયે, જીભ અને કાનથી મધુર વચનો બોલી અને સાંભળી શકીયે આવો આપણો મહામૂલી દેહ કુદરતે આપણને બક્ષ્યો છે. જેમાં આપણે લોભી સ્વાભાવથી આખી સૃષ્ટિ વ્યવસ્થાને તહેસમહેસ કરી નાખી છે.


ઈશ્વરે આપણને પૃથ્વી રૂપી એક ખાલી માટલું આપ્યું જેમાં આપણા પુણ્યો રૂપી પાણી એમાં ભરી શકીયે અને એ પાણીનો ઠંડો એવો સ્વાદ આપણે જીવનભર સુખ શાંતિથી માણતા રહીયે પણ આપણે આપણા લોભ- લાલચથી, કંઈક ખરાબ કરવાની ઉત્સુખતએ આ માટલારૂપી પુથ્વીમા અગ્નિ ભરી દીધો અને એ પાણીને ગરમ ધગધગતા કોલસા જેવું કરી દીધું. હવે આ પાણી ન તો વધારે પી શકાય ન તો આખું માટલું ફોડી શકાય. આપણે જાતે કરીને આ સૃષ્ટિનાં દરેક જીવોનો સર્વનાશ વેર્યો છે. કુદરતની આખી સંરચનાને આપણા સ્વાર્થ માટે આપણે છીન્ન- ભિન્ન કરી નાખી છે.

પરિણામ આપણે અત્યારે એક પછી એક આવતી જીવલેણ આફતોનો સામનો કરી રહયા છીએ. જો આ બધું આગળ પણ આ રીતે જ ચાલ્યું તો ન આપણે રહીયે અને ન રહેશે આ દુનિયા.

પ્રણવ પરીખ