રાજ્યના આ વિસ્તારમાં ફરી ધુણ્યું ખાતર કૌભાંડનું ભૂત, જાણો સમગ્ર વિગતો...
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરવામાં કઈ કમી રાખતા નથી. આવી જ ઘટના ભાવનગર જિલ્લાના રામણકા ગામમાં સામે આવી છે. તેમજ આ ઘટનાથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં નારાજગી સામે આવી છે.
મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના રામણકા ગામે ખાતર થેલીના કૌભાંડનો પર્દાફાશ થયો છે.ગુજરાતમાં ફરી એકવાર ખાતરની થેલીમાંથી ખાતર ઓછુ નીકળવાની ઘટના સામે આવી છે. ભાવનગરના રામણકા ગામમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેડૂત દ્વારા ગામની સહકારી મંડળીમાંથી ખાતરની થેલી ખરીદવામાં આવી હતી. 45 કિલો ખાતરની થેલીનું વજન ચેક કરતા તેમાંથી માત્ર 32 કિલો જ વજન નીકળ્યું હતું. આમ ખાતરની થેલીમાં 13 કિલોની ઘટ સામે આવતા ખેડૂતમાં નારાજગી ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસે મહામારી સર્જી છે અને બીજી તરફ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મૅડી રહી છે જેના કારણે જગતના તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ખેત પેદાશોના પૂરતા ભાવ પણ ખેડૂતોને નથી મળતા ત્યારે હવે ખાતરની થેલીમાંથી ખાતર ઓછું નીકળવાની ઘટનાથી વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે વધુ યોગ્ય તાપસ કરવામાં આવે છે કે કેમ તે તો જોઉ જ રહ્યું...