બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના વાયરસ અંગે સરકારે મોઢુ બંધ રાખવા આદેશ આપ્યો હતો, સ્ટિંગ ઓપરેશનમાં ચીનના ડોક્ટરોનો ખુલાસો.

આખી દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસની ભયંકરતા અંગે ચીનના વુહાન શહેરના ડોક્ટરોને જાણકારી હતી પણ સરકારે તેમને મોઢુ બંધ રાખવાની તાકીદ કરી હોવાનો ખુલાસો એક ડોક્યુમેન્ટરીમાં થયો છે.

બ્રિટિશ મીડિયાના અહેવાલ પ્રમાણે સ્ટીંગ ઓપરેશનમાં વુહાનના કેટલાક ડોક્ટરોએ કબૂલ્યુ હતુ કે, ચીનમાં ડિસેમ્બર 2019થી વુહાન શહેરમાં વાયરસ ફેલાવાની શરુઆત થઈ ગઈ હતી અને આ વાયરસ માણસ થકી બીજા માણસમાં ફેલાશે તે વાતમાં કોઈ સંદેહ નહોતો.એ પછી 5 જાન્યુઆરીથી બીજા 12 દિવસ ઝડપથી તેનુ સંક્રમણ ફેલાયુ હતુ.આમ છતા ચીને આ મુદ્દે કોઈને જાણકારી આપી નહોતી.કારણકે સરકારે ડોક્ટરોને આ અંગે ચૂપ રહેવાનુ કહ્યુ હતુ.

કેમેરા પર એક ડોક્ટર બોલતા સંભળાય છે કે, અમને કહેવામાં આવ્યુ હતુ કે, કશું બોલવાનુ નથી.હોસ્પિટલોને પણ આ જ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો.

જાણકારોનુ માનવુ છે કે, જો ચીન પહેલેથી આ મુદ્દે પારદર્શક રહ્યુ હોત તો વાયરસને શરુઆતમાં જ રોકી શકાયો હતો.દુનિયાને પણ ઝડપથી તેની જાણકારી મળી હોત અને વાયરસને રોકવા માટેના પગલા ઝડપથી લઈ શકાયા હોત.