બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ફી માફીમાં છુપાવાયેલી હકીકત...

ગુજરાત સરકારે બુધવારે CBSE, IB, ICSE, CSE સહિતની રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફીમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા શાળા-સંચાલકો સંમત થયા છે. જોકે 25 ટકા ફી માફીની જાહેરાત આ વર્ષ માટે ક્ષણિક આનંદ આપી શકે છે, પરંતુ આવતા વર્ષે વાલીઓએ 35 ટકા વધારે ફી ભરવાની તૈયારી રાખવી પડશે, કારણ કે સ્કૂલો આ વર્ષે ફી માફીને આવનારા વર્ષે સ્કૂલની વાર્ષિક ખોટ બતાવીને એફઆરસીમાંથી વધુ ફી પાસ કરાવશે, જેથી એકંદરે આવતા શૈક્ષણિક વર્ષે વાલીઓએ 35 ટકા વધુ ફી વધારાની તૈયારી રાખવી પડશે. જે વાલીઓએ સ્કૂલમાં ફી જમા કરાવી દીધી છે તેવા વાલીઓને ફી મજરે આપવાની રહેશે.


શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલો ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરી, કમ્પ્યુટર તથા સ્પૉર્ટસ એક્ટિવિટી માટેની ફી લઈ શકશે નહીં. શિક્ષણમંત્રીએ વાલીઓને 31 ઓક્ટોબર સુધી ફી ભરવાનો અનુરોધ કર્યો છે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ખાનગી શાળાઓ ફી રાહતની સામે શિક્ષકોને પગાર આપવો નહીં તેવા નિર્ણય લઇ શકશે નહીં. ઉપરાંત શિક્ષકોને પગાર વેતન નહીં આપવાની પદ્ધતિ પણ અપનાવી શકશે નહીં.


સ્કૂલ-સંચાલકોએ શિક્ષણમંત્રી સાથેની મીટિંગમાં રજૂઆતો કરી હતી, જેમાં મુખ્ય રજૂઆત હતી કે શૈક્ષણિક વર્ષ 2020-21માં નિયમ પ્રમાણે જે 8 ટકા જેટલો ફીવધારો થાય છે એ ફી વધારો વર્ષ 2021-22ના વર્ષમાં માન્ય રાખવામાં આવે, સાથે જ 25 ટકા ફી માફીને સ્કૂલની ખોટ માનીને તેને શૈક્ષણિક વર્ષ – 2021-22ની ફી નક્કી કરતા સમયે ધ્યાને લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટે ફીમુદ્દે દરમિયાનગીરીનો ઈનકાર કરતાં આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો