બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હિંદ અને પેસિફિક મહાસાગર એકબીજાને મળે છે જરૂર, પણ દેખાય છે અલગ!

એ વાત તો તમે જાણતા જ હશો કે આપણી ધરતી પર 70 ટકા ભાગ પાણી છે અને ધરતી પર આ પાણી અલગ અલગ પાંચ મહાસાગરોની પોતાની અનંત સીમાઓ સાથે પૃથ્વી પર રહેલું છે. આ મહાસાગરની સીમાઓ અને છેડાઓ જોઈ શકવા વૈજ્ઞાનિકો માટે પણ સરળ નથી, પરંતુ અમે તમને આજે બે મહાસાગરોની એવી સરહદ બતાવવા જઈ રહ્યા છીએ, જે પરસ્પર એકબીજાને મળતા સ્પષ્ટ દેખાય છે. કારણ એ છે કે, તેમનું પાણી એકબીજામાં ભળતું નથી, પણ અલગ અલગ દેખાય છે. આ નજારો જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય છે. કેટલાક લોકો તો તેને ચમત્કાર માને છે. જોકે તેનું અસલી કારણ જાણવું દિલચસ્પ છે.

આ દુનિયામાં રહેલા સાત અલગ અલગ ખંડ અને તેમની વચ્ચે ફેલાયેલા પાંચ મહાસાગર આ ધરતીને ખૂબ જ વિવિધતા અને સુંદરતા પ્રદાન કરે છે. આમ તો આ વાત કદાચ જાણતા જ હશો કે હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર અલાસ્કાની ખાડીમાં એકબીજાને મળે છે, પણ શું તમને ખબર છે કે, આ બંનેના મિલનનો આ નજારો દુનિયામાં સૌથી અનોખો છે, કારણ કે તે બે મહાસાગરોનું પાણી એકબીજા ન ભલતાં બિલકુલ અલગ અલગ રંગોનું દેખાય છે. હિંદ અને પેસિફિક મહાસાગરની આ સરહદો પર પાણીના અલગ અલગ રંગ સ્પષ્ટ દેખાય છે. આ જગ્યાની કેટલીક સુંદર તસવીરો 2010માં ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ હતી. આ તસવીરો કેન્ટ સ્મિથે લીધી હતી.

પાણી અલગ અલગ દેખાવનું આ છે કારણ

બંને મહાસાગરોનું પાણી એકબીજાથી બિલકુલ અલગ દેખાવા પાછળ જે કારણ છે, તે પાણીનું ઘનત્વ અને તેના તાપમાન સહિત ઘણી વસ્તુઓ સાથે જોડાયેલું છે. આ બંને મહાસાગરોના દેખાતા અલગ અલગ પાણી અંગે વિજ્ઞાનીઓ દ્વારા અત્યાર સુધીમાં ઘણાં રિસર્ચ થઈ ચૂક્યાં છે અને ફાઇનલી વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ કાઢ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ જગ્યાએ ખારા અને મીઠા પાણીનું અલગ અલગ ઘનત્વ છે અને તેમાં રહેલા લવણ તથા તેમના તાપમાન અલગ અલગ હોવાને કારણે આ બંને પાણી એકબીજામાં સંપૂર્ણપણે ભળી શકતા નથી. પેસિફિક મહાસાગરનું પાણી ગ્લેશિયરમાંથી આવવાને કારણે હળવું આસમાની અને મીઠારહિત હોય છે, જ્યારે હિંદ મહાસાગરનું પાણી ખૂબ જ ખારું હોય છે. સમુદ્રની અંદર ભલે બંને મહાસાગરનું પાણી સંપૂર્ણપણે ભળી જતું હોય ,પણ ઉપરની સપાટીએ આ બંને મહાસાગરોના વિપરીત ઘનત્વ ધરાવતા પાણીના ઘર્ષણથી કેટલુંક ફીણ ઉત્પન્ન થતું રહે છે અને આ ફીણ સપાટી પર એક બોર્ડર જેવું દેખાય છે. સૂર્યના પ્રકાશમાં ખારા અને મીઠા પાણીના અલગ અલગ ઘનત્વને કારણ બંને પાણીનો રંગ એકબીજાથી બિલકુલ અલગ અલગ નજરે પડે છે.

આવી પણ છે માન્યતાઓ

હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગરના આ મિલન સ્થળ પર પાણીની દીવાલ અને અલગ અલગ રંગોના પાણીના આ નજારો ખરેખર દુનિયા માટે ચોંકાવનારો છે. ઘણા લોકો આને ચમત્કાર માને છે તો કેટલાક લોકો તેને કેટલીક ધાર્મિક માન્યતાઓ સાથે પણ જોડે છે. જોકે વૈજ્ઞાનિકોના અનુસાર, આવું બિલકુલ પણ નથી અને આ બંને મહાસાગર ક્યાંય ને ક્યાંક જઈને એકબીજાને મળી જ જાય છે. માત્ર ઉપરની સપાટી પર અલગ અલગ ઘનત્વ ધરાવતા પાણીના ઘર્ષણને કારણે પેદા થતી દીવાલ બંને મહાસાગરનો અલગ અલગ દર્શાવે છે.