બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તા ઉપર કાદવકિચડનૂ સામ્રાજ્ય, ગ્રામજનો ત્રાહિમામ...

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે કાચો રસ્તો હોવાથી ગ્રામજનો પરેશાન થઈ ઉઠ્યા છે.આ રસ્તો પાકો બનાવા બાબતે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામા આવી હોવા છતા પરિણામ શુન્ય જોવા મળે છે. ચોમાસામા પરિસ્થીતી વિકટ બને છે. જેના કાદવકીચડનુ સામ્રાજ્ય જામે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બને છે.


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ગૂંદરા મંદિરથી કંબોપા ફળિયા સુધીના રસ્તાની બિસ્માર હાલતથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે.તેના કારણે પારાવાર તકલીફ પડી રહી છે.સામાન્ય દિવસો કરતા વધારે તકલીફ ચોમાસામાં ઉભી થતા કાદવકીચડનુ સામ્રાજ્ય જામે છે.લાભી ગામની  મધ્યમાથી પસાર થતા રોડમાર્ગને અડીને ગુંદરા મંદિર પાસેથી જતો રસ્તો,તલાર,કંબોપા,જેસોલા તેમજ પ્રાથમિકશાળા,તેમજ તળાવ ખોડીયાર માતાના મંદિર,તેમજ ગામના સ્મશાન સૂધી જોડે છે.આ રસ્તો કાચો છે.ચોમાસા રસ્તાની હાલત બદતર થાયછે.જેના કારણે ગ્રામજનોને પણ મૂશ્કેલી અનુભવી રહ્યા ખાડા પણ પડી ગયા છે.પથ્થરો પણ બહાર નીકળી ગયા છે.જો કોઇ વાહનચાલક ભૂલથી પડે તો તેને ગંભીર ઇજા થવાની પણ શકયતાને નકારી શકાય તેમ નથી.


કાદવકીચડનૂ સામ્રાજ્ય જામી રહ્યુ છે.
આ રોડ બનાવવા બાબતે ગ્રામસભામા અનેક રજૂઆત લેખિત અને મૌખિક રજૂઆત કરવામા આવી છે.પણ તેનુ પરિણામ જોવા મળતુ નથી.વધુમા જવાબદાર તંત્રને પણ આ મામલે રજુઆત કરવામા આવી છે.હવે જોવાનુ એ રહ્યુ કે આ રોડ બનશે કે પછી રસ્તાની હાલાકી જ ભોગવતા રહેશે.???