બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ટચૂકડા પડદાના કલાકારોના સંતાનો માટે આ લોકડાઉન આશિર્વાદરૂપ.

કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે. પરંતુ શાળાઓ હજી સુધી નથી ખુલી. બાળકો હજી ઓનલાઈન જ ભણે છે. વળી ટચૂકડા પડદાની બધી સિરિયલોના શૂટિંગ હજી શરૂ નથી થયા. તો કેટલાંક કલાકારો હજી સેટ પર જવાનું ટાલે છે. તેમને મલેલા આ ફાજલ સમયનો ઉપયોગ તેઓ પોતાના સંતાનોને જીવન કૌશલ્ય, નવી નવી રમતો અને ઓનલાઈન ક્લાસનું પ્રાવિણ્ય લાવવામાં કરી રહ્યાં છે.

'શરારતનો અભિનેતા કરણવીર બોહરા કહે છે કે તે તેની પુત્રીઓ બેલા અને વિએનાને વર્ણમાળા, આંકડા જેવી પાયાની બાબતો શીખવું છું. મેં તેમને રાષ્ટ્રગીત, રાયમ્સ શીખવ્યાં છે. અને હું જ્યારે મારા મોબાઈલ પર હાર્મોનિયમ વગાડું ત્યારે તેમને ગાતાં પણ શીખવું છું. ગણેશોત્સવ દરમિયાન મેં તેમને આરતી ગાતા પણ શીખવ્યું હતું.

'કુમકુમ - એક પ્યારા સા બંધનથી જાણીતી બનેલી અદાકારા જુહી પરમાર તેની પુત્રી સમાયશને નવી નવી કળાઓ શીખવી રહી છે. તે કહે છે કે મેં તેને માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવતાં શીખવ્યું હતું. તે કેક બેક કરતાં પણ શીખી. અને તેણે મારા માટે કેક બનાવ્યું પણ હતું. અમે અમારા માસ્ક અને સેનિટાઈઝર્સ પણ ઘરમાં જ બનાવ્યા હતા.

'નાગિન-૪'ના અભિનેતા વિજયેન્દ્ર કુમેરિયા કહે છે કે હું મારી પુત્રી કિમાયાને ઓનલાઈન ક્લાસમાં મદદ કરું છું. તે હજી ઘણી નાની છે. તેથી તે પાંચ મિનિટથી વારે સમય સુી ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી. તેના ઓનલાઈન ક્લાસ ચાલુ હોય ત્યારે હું તેના શિક્ષકો સાથે વાત કરીને નોટ્સ લખી લઉં છું. હું તેને ડ્રોઈંગ કરતાં અને સાઈકલ ચલાવતા શીખવું છું.

'મિસિસ કૌશિક કી પાંચ બહુએં'નો અભિનેતા વિંદુ દારાસિંહની પુત્રી અમેલિયા તેની માતા સાથે રશિયામાં અટવાઈ પડી છે. પરંતુ તે તેના ઓનલાઈન ક્લાસમાં હાજર રહે છે. અભિનેતા કહે છે કે અમે વિડિયો કોલ પર રિવિઝન સેશન કરીએ છીએ. હું તેને જે પ્રશ્નો પૂછું છું તેના મારી પુત્રી જવાબ આપે છે. તેને ચોક્કસ વસ્તુઓ પુસ્તકમાંથી જોઈતી હોય તો હું તેના ફોટા પાડીને તેને મોકલી આપું છું. મને તેને આ રીતે ભણાવવાની પણ મોજ પડે છે.

'ગુડિયા હમારી સબ પે ભારી'નો અભિનેતા મનમોહન તિવારી કહે છે કે તેના પુત્રનું શિક્ષણ તેની પત્ની જૂએ છે. પરંતુ તે તેને જીવન કૌશલ્યના પાઠ ભણાવવા સાથે લુડોની પરંપરાગત રમત પણ શીખવું છું. અભિનેતા કહે છે કે હું મારા દીકરા રૂદ્રાક્ષને હિન્દી ભાષા અને આપણા દેશની સંસ્કૃતિ વિષયક જ્ઞાાન આપું છું.