બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે મશીન હવામાં રહેલાં કોરોનાના કણોની માહિતી આપશે

રિસર્ચમાં પુરવાર થયું છે કે હવામાં કોરોનાના કણોની હાજરી હોઈ શકે છે. નરી આંખે ખાતરી કરવી કે હવામાં કોરોનાના કણો છે કે કેમ તે વાત અશક્ય છે. તેના માટે કેનેડાની એક કંપનીએ મશીન બનાવ્યું છે જે હવામાં કોરોનાના કણોની હાજરી છે કે કેમ તે જણાવે છે. આ ડિવાઈસને કન્ટ્રોલ એનર્જી કૉર્પે તૈયાર કર્યું છે. તેનું નામ ‘બાયોક્લાઉડ’ છે. આ કંપની એર ક્વોલિટી અને મોનિટરિંગ ઈક્વિપેમેન્ટ તૈયાર કરે છે.

કેનેડાની કન્ટ્રોલ એનર્જી કૉર્પે આ ડિવાઈસ ડેવલપ કર્યું, વેસ્ટન યુનિવર્સિટીના માઈક્રોબાયોલિજસ્ટે મંજૂરી આપી

ડિવાઈસ જગ્યાની હવાને પોતાની અંદર ખેંચે છે અને તપાસ કરે છે. રિપોર્ટ પોઝિટિવ હોય તો તે જગ્યા પર હાજર લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવે છે

મહામારીની શરૂઆતમાં જ તૈયારી શરૂ થઈ
કેનેડાની કંપની કન્ટ્રોલ એનર્જી કૉર્પે મહામારીની શરૂઆતમાં જ આ ડિવાઈસ પર કામ શરૂ કર્યું હતું. તેના માટે કેનેડાની કંપનીએ 2 લેબમાં વાઈરસ પર રિસર્ચ કર્યું હતું, ત્યારબાદ ડિવાઈસ ડેવલપ કરાયું છે.

હવાને અંદર ખેંચીને તપાસ કરે છે
જે સ્થળની હવાની તપાસ કરવાની હોય છે તે જગ્યાએ આ ડિવાઈસ રાખવામાં આવે છે. ડિવાઈસ તે જગ્યાની હવાને પોતાની અંદર ખેંચે છે અને તપાસ કરે છે. રિપોર્ટ પોઝિટિવ હોય તો તે જગ્યા પર હાજર લોકોનો રિપોર્ટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઓફિસ, ક્લાસરૂમ અને મોલ જેવી જગ્યાએ થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી
આ ડિવાઈસનું ટેસ્ટિંગ કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના માઈક્રોબાયોલિસ્ટ પ્રોફેસર ડેવિડ હેનરિક્સે કર્યું છે. ટેસ્ટિંગમાં તેને ગ્રીન સિગ્નલ મળ્યું છે. હવે ડિવાઈસને લોન્ચ કરવાની કંપની તૈયારી કરી રહી છે.

દર મહિને 20 હજાર ડિવાઈસ બનાવવામાં આવશે
કંપનીએ દાવો કર્યો છે કે આ ડિવાઈસ માટે દુનિયાભરથી ઓર્ડર મળી રહ્યા છે. કંપની દર મહિને 20 હજાર ડિવાઈસ તૈયાર કરી શકે છે. નવું ડિવાઈસ માર્કેટમાં લોન્ચ થવાથી કોરોના સંક્રમણનું જોખમ ઓછું કરવામાં મદદ મળશે.