માસ્ક પહેરતી વખતે નિષ્ણાતોની 5 વાત ધ્યાન રાખવી
સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 61 લાખને પાર પહોંચી ગઈ છે. વેક્સિન આવવામાં હજી ઘણો સમય બાકી છે. આવી સ્થિતિમાં માસ્ક જ વેક્સિન છે. કોરોના સામેની લડતને 6 મહિના થઈ ગયા હોવા છતાં ઘણા લોકોનાં મનમાં માસ્ક સંબંધિત મૂંઝવણ અને સવાલો છે. એના જવાબ હાર્ડિંગ મેડિકલ કોલેજના ડો. રાજેન્દ્ર કુમાર ધમિજાએ આપ્યા છે...
એક્સરસાઇઝ કરતી વખતે માસ્ક જરૂરી નથી
હંમેશાં લોકો એ અંગે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છે કે એક્સરસાઇઝ કરતા સમયે માસ્ક પહેરવું જોઈએ કે નહીં, પરંતુ સ્વાસ્થ્યમંત્રાલય અને WHOના જણાવ્યા પ્રમાણે, કસરત કરતી વખતે માસ્ક જરૂરી નથી, કેમ કે ઘણી વખત પરસેવો થવાથી માસ્ક ભીનું થઈ જાય છે. આવા માસ્ક બેક્ટેરિયાની સંખ્યા વધારે છે, પરંતુ હા, એક્સરસાઇઝ કરતા સમયે ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે.
માસ્ક લગાવીને આવી રીતે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે
ઘણાં રાજ્યો અને શહેરોમાં સ્કૂલ ખૂલવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ ત્યાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષકોને સમસ્યા છે કે ક્લાસમાં માસ્ક પહેરીને બાળકોને કેવી રીતે ભણાવવા. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા શિક્ષકોને આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ એના માટે સ્કૂલની તરફથી કોલર માઈકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ ઉપરાંત ઘણી હોસ્પિટલમાંથી દર્દીને માસ્ક લગાવીને કેટલાક ઈન્સ્ટ્રક્શન આપવાનું મુશ્કેલ થઈ જાય, તો વાક્ય નાના કરીને ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરો. તેથી ટૂંકા વાક્યમાં સમજાવવાનો પ્રયત્ન કરો.