બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

રાષ્ટ્રીયકૃત બેંકે જ સરકારના ડિજિટલાઇઝેશનના લીરા ઉડાવ્યા...

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને સરકાર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે, તેમજ નાના બાળકો તથા સિનિયર સીટીઝનોને ઘરની બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ માટે સરકાર એક તરફ ક્યાંક ને ક્યાંક ડિજિટલાઇઝેશનનો સહારો લઇ રહી છે તેવામાં અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલી કેનેરા બેન્ક દ્વારા કોરોના કાળમાં સરકારના ડિજિટલાઇઝેશનના લીરેલીરા ઉડાવ્યા છે.

અમદાવાદની પાલડી સ્થિત કેનેરા બેંકમાં છેલ્લા 40 વર્ષથી ખાતું ધરાવતા સિનિયર સીટીઝન જયારે વસ્ત્રાપુર શાખામાં પોતાની પુત્રવધૂનો રૂ.પાંચ હજારનો ચેક આપી રકમ ઉપાડવા મોકલે છે, ત્યારે કોરોનાની આજની સ્થિતિમાં વસ્ત્રાપુર કેનેરા બેંકે સિનિયર સીટીઝન જે ખાતા ધારક છે, તેમની હાજરીનો આગ્રહ રાખ્યો,

આ મુદ્દે જયારે કેનેરા બેન્કના ઉચ્ચ અધિકારી, દિપક સકસેનાનો સંપર્ક સાધ્યો તો તેમનું કહેવું છે કે રાષ્ટ્રીયકૃત બેન્કનો નિયમ છે કે ખાતા ધારકની હોમ બ્રાન્ચ સિવાયની બેન્કમાંથી ચેકથી પૈસા ઉપાડવા હોય તો ખાતા ધારકને ખુદ હાજર રહેવું એવુંય ફરજીયાત છે. એકબાજુ ભારત સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનને વેગ આપવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે બેંકોના જુના નિયમોમાં સુધારો લાવવાની જરૂર છે.