બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાશી ફળ 25 ફેબ્રુઆરી : સિંહ રાશીનાં જાતકોને મળશે અટવાયેલું ધન પરત, સાથેજ જાણો કઈ રાશીનાં જાતકોનાં સીતારા છે બુલંદ.


માઘ શુક્લ પક્ષની ઉદયા તિથી ત્રયોદશી અને દિવસ ગુરુવાર છે. ત્રયોદશી તિથી સાંજે 5 વાગીને 19 મિનિટ સુધી રહેશે, મોડી રાત્રે 1 વાગીને 7 મિનિટ સુધી શોભન યોગ રહેશે, તે સાથેજ સૂર્યોદય થી માંડીને બપોરે 1 વાગીને 17 મિનિટ સુધી અમૃતસિદ્ધિ યોગ રહેશે, આ સીવાય 1વાગીને 17 મિનીટ સુધી પુષ્ય નક્ષત્ર રહેશે, ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર લાગશે, જાણો તમારી રાશી અનુસાર કેવો વિતશે આપનો દિવસ.

મેષ રાશી

આ રાશીના જાતક આજે પોતાના અંગત કાર્યોમાં વધું ધન ખર્ચશે, પરંતુ આર્થિક સ્થિતિ મજબુત બની રહેશે. પારિવારિક કાર્યો પુર્ણ કરવામાં ઘરનાં તમામ સભ્યોનો સાથ સહકાર પ્રાપ્ત થશે, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે, તમારા કોઈ સહપાઠી પોતાના મનની વાત કહી શકે. શિક્ષક સાથે ચર્ચા થઈ શકે, સ્વાસ્થ્ય બાબતે તમે પોતાને તંદુરસ્ત મહેસુસ કરશો. કારોબારમા સફળતાના અવસર પ્રાપ્ત થશે.

વૃષભ રાશી

આ રાશીનાં જાતકોને આજે મનની મુંજવણો ઓછી થતી જણાય, કલાક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિન ખુબજ શુભ છે, આપનાં કોઈ જરુરી કાર્યમાં મોટા બહેનનો સહયોગ મળવા પાત્ર છે, આર્થિક ક્ષેત્રે સ્થિરતા બની રહેશે, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ પરિણામ આપી શકે છે, અગાઉ આપેલ કોઈ સ્પર્ધાત્મક કસોટીમાં સફળતા મળવા પાત્ર છે, પરિવારમાં સુખદ વાતાવરણ બન્યું રહે, દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું, રમતા રમતા પગમાં ઈજા થવાની સંભાવનાઓ છે.

મિથુન 

આ રાશીનાં જાતકનો દિવસ શુભ રહેશે, કલાત્મક કાર્યોમાં આપની રુચિ વધશે. કોઈ નવા કાર્યનાં કામમાં મિત્રોની સલાહ ફાયદાકારક રહેશે.જીવનથી સાથે દેવ દર્શનનાં યોગ છે, બાળકો સાથે સારો સમય વિતાવી શકસો, વિદ્યાર્થીઓએ ભણવાં થોડી વધું મહેનત કરવાની જરુર છે, પરિવારીક સબંધ ગાઢ થશે. પ્રોપર્ટી ખરીદવા માટે ઉત્તમ સમય છે, ઠંડુ ખાવા-પીવાથી બચવું, દાંતનો દુખાવો થઈ શકે

કર્ક રાશી

આ રાશીનાં જાતકોને ઓફિસમાં જરુરી કાર્યમાં સહકર્મચારીની મદદ મળશે. કાયદાકીય મામલાઓથી દુર રહેવું હિતકારી છે. પ્લાસ્ટિકના વ્યાપારમાં લાભ થઈ શકે. પ્રેમી યુગલોનો કોઈ ઐતિહાસિક સ્થળે જવાનાં યોગ છે.સાંજનાં સમયે પરિવાર સાથે સમય ગાળવાથી પારિવારિક સંબંધ વધું ગાઢ થશે.આપનાં જીવનમાં ખુશીઓનું આગમન થશે. સ્વાસ્થ્ય ને લઈને થોડું સાવચેત રહેવું.

સિંહ રાશી

આ રાશીનાં જાતક માટે આજનો દિવસ આર્થિક લાભ લાવી શકે, લાંબા સમયથી અટવાયેલું ધન પરત મળી શકે. વ્યવસાયમાં થોડા પરિવર્તન થવાનાં યોગ બની રહ્યા છે.આજ સાંજ સુધીમાં કોઈ શુભ સમાચાર મળી શકે, જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ બની શકે.આપનાં આસપાસના લોકો આપના વ્યક્તિત્વથી પ્રસન્ન થશે. આપ આપની ઓફીસમાં રીનોવેશન કરાવી શકો. આજનાં દિવસે આપને ધનલાભનાં ઘણા અવસર પ્રાપ્ત થશે. લગ્ન ઈચ્છુક જાતકોની તમામ અડચણો દુર થશે. જીવનમાં શાંતિ બની રહેશે.

કન્યા રાશી

આ રાશીના જાતકનો આજનો દિવસ વિચારમગ્ન વિતશે, જેના કારણે ઘણા જરુરી કાર્યો છુટી જવાની સંભાવનાઓ છે. સોસિયલ મિડીયાથી નવા લોકોનાં સંપર્કમાં આવશો.જેનાથી આપને લાભ થઈ શકસે. આપના ઉપરી અધીકારીઓ આપનાં વિચારોથી પ્રસન્ન થઈ શકે છે. બની શકે આપ કોઈ જુની યાદો તાજી કરીને ખુશ થાઓ. ઘરમાં આપના માતૃશ્રી દ્વારા ભાવતું ભોજન બનાવી શકે. વિદ્યાર્થીઓને શિક્ષક તરફથી વિશેષ માર્ગદર્શન મળે, જે ભવિષ્ય માટે લાભદાયક નીવડી શકે.

તુલા રાશી

આ રાશીનાં જાતકને નવા લોકો દ્વારા શુભ કાર્યોમાં મદદ મળી શકે. ઉપરી અધીકારીઓ તરફથી મળેલો સહયોગ તમારા ઉત્સહમા વધારો કરશે.દાંપત્ય જીવનમાં આંતરિક વિશ્વાસથી સબંધોમાં મજબુતી આવશે. તમારી કોઈ ખાસ ઈચ્છા પુર્ણ થવાના યોગ બળવાન છે. સંતાન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે. તમે સોસિયલ મિડીયા દ્વારા તમારો કારોબાર આગળ વધારવાનું વીચારી શકો. સ્વાસ્થ્ય સંબંધમાં આપ પોતાને તંદુરસ્ત મહેસુસ કરશો.

વૃશ્ચિક રાશી

આ રાશીનાં જાતકોનાં ભાગ્યનાં સીતારા બુલંદ થશે. વ્યાપારી વર્ગને લાંબી યાત્રા કરવી પડી શકે.આપનાં કાર્ય સ્થળે તમારા કર્યોની પ્રશંસા થશે. આપ કોઈની સાથે ઉપયોગી વાતચીત કરી શકો.જીવનની પરેશાનીઓ દુર થતી જણાય. આજનો દીન આપનાં માટે વ્યવસાયિક પ્રગતી માટે અનુકુળ છે. આપનું દાંપત્ય જીવન ખુશહાલ બન્યું રહેશે.જુના મિત્રો સાથે સંપર્ક થઈ શકે. સ્વાસ્થ્યમાં તંદુરસ્તી જળવાઈ રહેશે.

ધન રાશી

આ રાશીનાં જાતકોને ખાસ કરીને મહિલાઓને કોઈ મોટી સફળતા મળવાના પ્રબળ યોગ છે.જો તમે કોઈ નાનું મોટું કામ ચાલું કરવાનું વિચારો છો તો આજનો દિવસ આપનાં માટે ખુબ શુભ છે. ઘર માટે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે.આપનો આર્થિક પક્ષ પહેલાનાં પ્રમાણે વધું મજબુત થતો જણાશે. માતા પિતા તરફથી સહયોગ મળી શકે, જેના કારણે જીવનમાં પ્રગતી કરવાં આપ સક્ષમ બનશો. વિદ્યાર્થીઓને ભણતર માટે વિદેશ ગમન યોગ બની શકે. સામાજીક સ્તરે આપનું માન વધી શકે.

મકર રાશી

આ રાશીનાં જાતકોમાં પ્રાઈવેટ નોકરીયાત વર્ગને નવો પ્રોજેક્ટ મળી શકે, જેને પુર્ણ કરવામાં આપ સફળ પણ થશો.આપ કોઈ નવા કાર્યને લઈને યોજના ઘડી શકો છો. આવકનાં સ્ત્રોતમાં વૃદ્ધિ થઈ શકે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળે. વૈવાહીક જીવનમાં સુમેળતા ટકાવી રાખવા માટે ખોટી ખોટી ગેરસમજણોથી બચવું. બાળકોને માતા તરફથી ભેટ સોગાત મળી શકે.

કુંભ રાશી

આ રાશીના જાતકોએ આજરોજ કોઈ પણ બાબતની વાતચિત કરતા સમયે વાણી પર સંયમ રાખવો.મહિલાઓનાં ગૃહકાર્યો સરળતાથી પુર્ણ થશે. આપનું મન સામાજીક કાર્યો તરફ વળશે.અને આપ બીજાઓને પણ એ તરફ પ્રેરિત કરશો. લોકો વચ્ચે આપનાં કાર્યની પ્રશંસા થશે.આર્થિક લાભ માટે વધું મહેનત કરવી પડશે. માતા પિતા બાળકોને બહાર લઈ જઈ શકે છે. આપ કોઈ નવા કાર્યની પરિયોજના બનાવી શકો છો.

મીન રાશી

આ રાશીનાં જાતકોને આજે ઘણી પ્રકારનાં નવા અનુભવો થશે. કોઈ કાર્યનાં પુર્ણ થવાથી આપ પ્રસન્ન થશો. આપની આસપાસની દરેક વ્યક્તિ આપને ધ્યાનથી સાંભળશે. કાર્ય ક્ષેત્રમાં ઉપરી અધીકારીઓ નો સહયોગ મળશે. વ્યાપારમાં ઓચિંતા ધન લાભ થવાનાં યોગ છે. જીવનસાથી સાથે આપનાં સબંધ વધું ગાઢ બનશે. સ્વાસ્થ્ય બાબતે આપ તાજગી અનુભવશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની ખાસ જરુર છે.