બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બાયો બબલ તોડતાં ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થશે..જાણો બાયો બબલ વિશે..

આઈપીએલ દરમિયાન બાયો બબલ તોડતાં ખેલાડએ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. તેની સાથે જ આમ કરનારી ટીમ પર રૂ.1 કરોડનો દંડ અથવા પોઈન્ટ પણ કપાઈ શકે છે.


બીસીસીઆઈએ તમામ 8 ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે, બાયો બબલમાંથી બહાર જતાં ખેલાડીએ 6 દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જો કોઈ ખેલાડી આવું બીજી વખત કરે છે તો ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવાશે અને ટીમને તેનું રિપ્લેસમેન્ટ પણ નહીં મળે. ચેન્નઈનો ફાસ્ટ બોલર કે.એમ. આસિફ બાયો બબલ તોડવાનો દોષી સાબિત થયો છે. 


ખેલાડીઓએ રોજનો આરોગ્ય કોર્સ પુરો ન કરવા, જીપીએસ ટ્રેક ન પહેરવા અને નિર્ધારિત કોવિડ-19 તપાસ સમયસર ન કરાવવા માટે રૂ.60 હજારનો દંડ ભરવો પડી શકે છે. કોઈ ફ્રેન્ચાઈઝી કોઈ વ્યક્તિને બાયો બલમાં સ્ટાફ સાથે વાતચીત કરવાની મંજુરી આપે તો પ્રથમ ઉલ્લંઘન પર રૂ.1 કરોડનો દંડ ભરવાનો રહેશે.