બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પ્રધાનમંત્રીએ હાથરસ દુષ્કર્મ કેસમાં સખ્ત કાર્યવાહી માટે સૂચના આપી

નરેન્દ્ર મોદીએ આજે હાથરસ દુષ્કર્મની ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને બધા આરોપીઓ વિરુદ્ધ સખ્તાઇ વર્તવા જણાવ્યું છે. આ અંગે ટ્વિટ દ્વારા માહિતી આપતા  આદિત્ય નાથે જણાવ્યું હતું કે, આ ઘટનાના ચારેય આરોપોને પોલીસે ઝડપી લીધા છે અને આ મામલે ત્વરીત સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે. 


મહત્વનું છે કે, હાથરસની ઘટના માટે મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોની વિશેષ તપાસ સમિતિની રચનાના આદેશ આપ્યા છે, જેની અધ્યક્ષતા રાજ્યના ગૃહસચિવ ભગવાન સ્વરૂપ કરશે. જ્યારે આ સમિતિ પોતાનો રિપોર્ટ સાત દિવસની અંદર સોંપશે.