ધોરણ-10 ના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, આ રહી લિંક
15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ધોરણ 12 સાયંસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જે ગુજરાત શિક્ષક બોર્ડે લીધેલ ધોરણ દસના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઈટ https://result.gseb.org/ પર સવારે આઠ વાગ્યે ઓનલાઈન જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ પરથી તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર નાખીને પોતાનું પરિણામ જોઈ શકશે. આજ રોજ સવારના 8 વાગ્યાથી પરિણામ જાહેર થઇ ગયું છે. માર્કશીટ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.
નોંધનીય છે કે, ધોરણ 10નું 10.4 ટકા પરિણામ જાહેર કરાયું છે. 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓમાંથી 30 હજાર 12 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જેમાં કન્યાનું પરિણામ 12.75 ટકા, કુમારનું પરિણામ 8.77 ટકા એમ કુલ પરિણામ 10.4 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ પરિણામ માત્ર 10 ટકા આવ્યું છે એટલે કે 10.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. કુલ 326505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા દજેમાંથી 298817 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 30012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ પરીક્ષા રાજ્યના 579 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3,26,505 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, હતા, તે પૈકી 2,98,817 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 30,012 પરીક્ષાર્થિઓ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુ લાઈ-2021 ની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 10.04% આવેલ છે.
ખાનગી રિપિટર તરીકે 15 હજાર 90 વિદ્યાર્થીઓ છે. આઈસોલેટેડ કેટેગરીમાં 52 હજાર 90 અને બાકીના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ રિપીટર છે. કુલ ત્રણ લાખ 78 હજાર 431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષાનું પરિણામ ખુબ મહત્વનું છે. કારણ કે ધોરણ 10 પછીના ડિપ્લોમાં, આઈટીઆઈ અને ધોરણ 11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કારણે માર્ચ-2021માં લેવાનારી ધોરણ-10ની પરીક્ષા સરકાર દ્વારા મોકુફ રાખવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ સરકાર દ્વારા નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. જેના પગલે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી રજૂઆતો કરાઇ હતી. પરંતુ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાની મહત્વની જાહેરાત કરાઈ હતી. આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની જુલાઈમાં પરીક્ષા યોજવામાં આવી હતી. તારીખ 15 જુલાઈથી 27 જુલાઈ સુધી ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. બાદમાં બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા બુધવારના રોજ આજે સવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવાયું છે.