બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સાબુના ફીણ અને બબલ્સનું વિજ્ઞાાન.

સાબુ અને પાણી ભેગા થાય એટલે ફીણ વળે. ફીણ એ સુક્ષ્મ પરપોટા છે. સાબુ ગમે તે રંગનો હોય પણ તેના ફીણ હંમેશા સફેદ બને છે. પરપોટા પારદર્શક હોય છે. પારદર્શક વસ્તુને રંગ હોતો નથી. સાબુના પાણીમાં ભૂંગળી વડે હવામાં ઉડાડાતા બબલ્સ એ બાળકોની લોકપ્રિય રમત છે. પાણીની પાતળી 

સપાટીના હવામાં ઊડતા બબલ્સ જોવાની મજા પડે છે. બબલની દીવાલ એકદમ પાતળી હોવા છતાંય ત્રણ પડની બનેલી હોય છે. સાબુના અણુઓની બે દીવાલ વચ્ચે પાણીનું પડ હોય છે. સાબુના મોલક્યૂલ કે રેણુઓ એવી ખાસીયત ધરાવે છે કે તેનું માથું હંમેશા પાણી તરફ રહે. એટલે બધા રેણુઓ કતારબંધ દીવાલ બનાવે છે.

દીવાલનું ક્ષેત્રફળ લઘુતમ રાખવા તે ગોળાકાર બને છે. હવામાં ઊડતા બે બબલ્સ એકબીજા સાથે અથડાય ત્યારે ૧૨૦ અંશના ખૂણે ચોંટી જાય છે. અને બંને સાથે બવામાં તરે છે. વાતાવરણની ગરમીથી અણુનું બાષ્પીભવન થાય ત્યારે બબલ્સ તૂટી જાય છે.

બબલ્સને લાંબો સમય હવામાં તરતા રાખવા હોય તો સાબુના પાણીમાં થોડું ગ્લીસરીન ઉમેરાય છે. ગ્લીસરીનથી પાણીનું બાષ્પીભવન ધીમું પડે છે. આનંદમેળામાં ઘણા ફેરિયાઓ બબલ્સ ઉડાડવાનું પ્રવાહી વેચતા જોવા મળે છે. તેમાં કેટલાક અન્ય રસાયણો પણ હોય છે.