બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ATS ની તપાસમાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય, જાણો શાર્પ શૂટરના નિશાને રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયા જ કેમ હતા??

ગુજરાતમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.



મળતી વિગતો અનુસાર 2002ના ગોધરા રમખાણનો બદલો લેવા ISIએ પૂર્વ ગૃહમંત્રીની હત્યા માટે દાઉદ મારફતે છોટા શકીલને સોપારી આપી હતી. જેમાં આરોપીઓ એક દિવસ પહેલા કમલમ પોહચી ઝડફિયા અને કમલમનો વિડીયો ઉતાર્યો હતો. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા મુંબઈના શાર્પ શુટરની ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. છોટા શકીલે આ સોપારી આપી હોવાનું ગુજરાત એટીએસની ટીમ માની રહી છે. ગુજરાત એટીએસની ટીમેં પકડેલા ઈરફાન શેખને સોપારી આપવામા આવી હતી. જેમાં આખું ઓપરેશન પાકિસ્તાનમાં રહેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે ISIના કહેવાથી છોટા શકિલને સોપારી આપી હતી.



ગુજરાત એટીએસની ISI અને દાઉદ તરફ તપાસ શરૂ:

આ દરમ્યાન સેન્ટ્રલ આઈબીએ ઇન્ટરસેપ્ટ કરેલા કોલના આધારે બાતમી મળી હતી કે ISI ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર હુમલો કરાવવાના છે. જે બાતમી સેન્ટ્રલ આઈબીએ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને આપી હતી. જેના આધારે છેલ્લા ઘણા દિવસથી શકમંદોને શોધવા ગુપ્ત રહે ઓપરેશન હાથ ધરી હતી. ગુજરાતમાંથી હથિયારની મદદ મળી રહે તે માટે કેટલાક લોકો સંકળાયેલા હોવાનું ATS માની રહી છે. ત્યારે હવે આરોપીઓ ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ગોરધન ઝડફિયા અને ભાજપ કાર્યાલયનો વિડીયો ઉતાર્યો હતો. જેના આધારે આરોપીઓ ખૂબ છુપી રીતે ત્યાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે કમલમના સીસીટીવી મેળવવા તપાસ એજન્સી કમલમ પોહચી છે.