બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ ટીમમાં આ સ્ટાર બેટ્સમેનની થઈ એન્ટ્રી

ભારત સામે બીજી ટેસ્ટમાં ખરાબ હાર મળ્યા બાદ ઈંગ્લેન્ડ ટીમે દ્વારા ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડ ટીમમાં ત્રીજી ટેસ્ટ માટે ડેવિડ મલાન અને સાકિબ મહમૂદને પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ટીમમાંથી ડોમ સિબ્લે, જેક લીચ, જેક ક્રાઉલીને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. અકે ઈંગ્લેન્ડ ટીમની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડે તેની સાથે ઈજાગ્રસ્ત માર્ક વુડને પણ 15 સભ્યોની ટીમમાં રાખ્યા છે.

તેની સાથે 33 વર્ષીય ડેવિડ મલાન છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડ ટીમનો ટી-20 મુખ્ય ખેલાડી રહેલ છે. તેને તાજેતરના સમયમાં વિશ્વનો નંબર-1 ટી-૨૦ બેટ્સમેન કહેવામાં આવે છે. ડેવિડ મલાનની વાત કરવામાં આવે તે તેની ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરવામાં સફળ ર્યો છે. ડેવિડ મલાન દ્વારા ભારત સામેની 2018 માં ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ ફોર્મને કારણે તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

જ્યારે ડોમ સિબ્લેનું હાલનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યુ છે. તેમનો ચાર ઈનિંગમાં સર્વોચ્ચ સ્કોર 28 રન રહ્યો હતો. ઓલી પોપ અને ડેન લોરેન્સને ટીમમાં તક આપવામાં આવી છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી લીડ્સમાં રમાવવા જઈ રહી છે. નોંધનીય છે કે, ભારત દ્વારા લોર્ડ્સ ટેસ્ટમાં 151 રનથી જીત મેળવવાની સાથે પાંચ મેચોની સિરીઝમાં 1-0 ની લીડ બનાવી લેવામાં આવી છે.

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકાર છે : જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, સાકિબ મહમૂદ, ડેવિડ મલાન, ક્રિગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, માર્ક વુડ (ઈજાગ્રસ્ત પરંતુ ટીમમાં સામેલ કરાયા).