બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંજાબ કિંગ્સમાં ઇંગ્લેન્ડના આ સ્ટાર લેગ સ્પિનરને કરાયા સામેલ, ટી-૨૦ માં તેમનો ડંકો જોવા મળે છે

આઈપીએલના યુએઈ લીગ માટે પંજાબ કિંગ્સે આદિલ રશીદને ટીમમાં સામેલ કર્યા છે. પંજાબ માટે ઝાય રિચર્ડસનની જગ્યા આદિલ રશીદને સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ધ હંડ્રેડમાં આદિલ રશીદે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તેને જોતા પંજાબે લેગ સ્પિનર તરીકે તેમને પોતાની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

પંજાબના મેનેજમેન્ટે પહેલાથી જ નાથન એલિસને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સાઈન કરવાની પુષ્ટી કરી દીધી હતી અને આદિલ રશીદના સામેલ થવાથી તેમના આઠ વિદેશી ખેલાડીઓના ક્વોટાને સંતુલિત કરે છે. 

વર્તમાન આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ચોથા સ્થાન પર રહેલા આદિલ રશીદ આઈપીએલમાં આ અગાઉ રમ્યા નથી. તેમ છતાં તેમને ટી-૨૦ ક્રિકેટ ઘણી રમી છે. ૨૦૧ મેચમાં ૨૩૨ ટી-૨૦ વિકેટ આદિલ રશીદનું નામ છે. ડેવિડ મલાન અને ક્રીસ જોર્ડનની સાથે પંજાબ કિંગ્સની સાથે તે ત્રીજા વિદેશી ખેલાડી હશે. તેના સિવાય સ્પિન વિભાગની વાત કરીએ તો મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈની સાથે આદિલ રશીદ ટીમને મજબૂતી આપશે. આદિલ રશીદના આવવાથી કેપ્ટન લોકેશ રાહુલની પાસે સ્પિન વિકલ્પ વધી ગયો છે. ટીમમાં હવે કુલ ત્રણ લેગ સ્પિનર હશે જે પંજાબ કિંગ્સની ટીમને ટુર્નામેન્ટમાં આગળ લઈને જવામાં પ્રયત્ન કરશે. તેમ છતાં અંતિમ ઇલેવનમાં કોણે તક મળે છે, એ પણ જોવાની વાત હશે. 

પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ સત્ર બાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા પર રહેલ છે. ટોપ ચારમાં જગ્યા બનાવવા માટે તેમને દર વખતે સારું પ્રદર્શનની કરવાની જરૂર પડશે. યુએઈ લીગમાં પંજાબની ટીમનું અભિયાન રાજસ્થાન રોયલ્સ સામે મેચની સાથે હશે. જોવાનું રહેશે કે, ત્યાં ટીમની શું રણનીતિ હશે.