બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર આ રાજ્યમાં લાગ્યો પ્રતિબંધ, સરકારે જણાવ્યુ આ કારણ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા કેસને જોતા રાજ્ય સરકારે પ્રદેશમાં ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર રોક લગાવી દીધી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી સર્કયુલર અનુસાર જે દુકાન ખુલ્લી બીડી અથવા સિગારેટ વેચતા જોવા મળ્યા, તેની પર પોલીસ અને નગર પાલિકાની ટીમ કાર્યવાહી કરી શકશે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર કાયદા હેઠળ બીડી-સિગારેટ સહિત તમામ તંબાકુ યુક્ત ઉત્પાદોના પેકેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લખવી આવશ્યક છે. પરંતુ જ્યારે લોકો ખુલ્લામાં એક સિગારેટ અથવા બીડી લે છે તો આ ચેતવણી જોઈ શકતા નથી. તેથી સરકારે ખુલ્લી બીડી-સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 34 હજાર 761 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં 9 લાખ 94 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે જ્યારે 2 લાખ 72 હજાર 775 લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે. કોરોનાને કંટ્રોલ કરવા માટે રાજ્યમાં અત્યાર સુધી 62 લાખ 80 હજાર લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.