બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

MFIs દ્વારા કુલ લોન પોર્ટફોલિયો 6 ટકા વધીને રૂ.2.27 લાખ કરોડ.

માઈક્રોફાઈનાન્સ ક્ષેત્રનો કુલ લોન પોર્ટફોલિયો ડિસેમ્બર ૨૦૨૦ મુજબ ૬.૪ ટકા વધીને રૂ.૨.૨૭ લાખ કરોડ થયો છે, જે વર્ષ અગાઉના સમાનગાળામાં રૂ.૨.૧૩ લાખ કરોડ રહ્યો હોવાનું એક રીપોર્ટમાં જણાવાયું છે.


માઈક્રો ફાઈનાન્સની સરેરાશ ટિકિટ સાઈઝ ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બરના ત્રિમાસિકમાં રૂ.૩૪,૯૦૦ કરોડની રહી હોવાનું ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો સીઆરઆઈએફ હાઈ માર્ક દ્વારા રીપોર્ટમાં જણાવાયું છે. આ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકમાં લોનોની વહેંચણી દેશના બિઝનેસ કામકાજોમાં પૂર્વવત સામાન્ય થવાની સાથે સતત વધી છે.


મૂલ્યની રીતે બીજા ત્રિમાસિક ૨૦૨૦-૨૧ની તુલનાએ લોન વહેંચણીમાં ૮૦ ટકા જેટલી વૃદ્વિ થઈ ત્રીજા ત્રિમાસિકમાં રૂ.૫૬,૦૯૦ કરોડની લોન વહેંચણી થઈ છે. જે ગત વર્ષના સમાન ત્રિમાસિકગાળાની તુલનાએ ૧૧.૫ ટકા ઓછી રહી હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે. 


વોલ્યુમ-પ્રમાણની રીતે ત્રીજા ત્રિમાસિકમાં લોનોની વહેંચણી પાછલા ત્રિમાસિકની તુલનાએ બમણી રહી છે અને ગત વર્ષના સમાનગાળાની તુલનાએ માત્ર ચાર ટકા ઓછી રહી છે. લોનોની વહેંચણીનું પ્રાદેશિક વિતરણ પાછલા ત્રિમાસિક બીજા ત્રિમાસિક જેટલું જ રહ્યું છે.


જેમાં પૂર્વિય પ્રદેશમાં સૌથી વધુ ૩૫.૫ ટકા અને દક્ષિણ પ્રદેશમાં ૨૩.૪ ટકા રહ્યુું છે. બન્ને ગ્રામીણ અને શહેરી પ્રદેશોમાં લોનોની વહેંચણી પાછલા ત્રિમાસિકની તુલનાએ ૭૭ ટકા વૃદ્વિ રહી છે. 


શહેરીની તુલનાએ ગ્રામીણ બજારોમાં એનબીએફસી એમએફઆઈઝ, બેંકો અને સ્મોલ ફાઈનાન્સ બેંકોમાં વહેલી પરત ચૂકવણીનું સ્ટ્રેસ ઘણું વધુ રહ્યું છે. એમએફઆઈ પોર્ટફોલિયોમાં ઉચ્ચ પરત ચૂકવણીનું સ્ટ્રેસ ગત ત્રિમાસિક મુજબ ત્રીજા ત્રિમાસિકમાં જોવાયું છે.


જ્યારે આસામ અને પશ્ચિમ બંગાળમાં પાર ૩૧-૧૮૦ ડીપીડી અત્યંત ઉચ્ચું અનુક્રમે ૨૩.૧ ટકા અને ૨૨.૮ ટકા પહોંચ્યું છે. માઈક્રોફાઈનાન્સને સૌથી મોટું ધિરાણ કરનાર બેંકો ૪૧.૮ ટકા રહી છે, ત્યાર બાદ એનબીએફસી એમએફઆઈઝ દ્વારા ૩૧.૮ ટકા કુલ લોન પોર્ટફોલિયોના અને સ્મોલ ફાઈનાન્સ બેંકોના ૧૬.૯ ટકા ડિસેમ્બર ૨૦૨૦ મુજબ રહ્યું હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે.