બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

યુએસમાં 1.9 લાખ કરોડ ડોલરના કોરોના રાહત પેકેજને કોંગ્રેસની મંજૂરી મળી.

અમેરિકાના પ્રમુખ જો બાઇડને રજૂ કરેલાં 1.9 ટ્રિલિયન ડોલરના કોરોના રાહત પેકેજને કોંગ્રેસમાં 220-211 મતે પસાર કરવામાં આવતા અમેરિકનોને મહામારી સામે અને આર્થિક કટોકટી સામે લડવા માટે નવું જોમ મળ્યું છે.


રિપબ્લિકનોએ સંસદના બંને ગૃહોમાં આ રાહત પેકેજનો વિરોધ કર્યો હતો.આ રાહત પેેકેજમાં અમેરિકનોને 1400 ડોલર સીધા ચૂકવવાની અને દર અઠવાડિયે ઇમરજન્સી બેકારી ભથ્થાં પેેટે 300 ડોલર ચૂકવવાની જોગવાઇ કરવામાં ઔઆવી છે. 


બીજી તરફ હોલિવૂડના સ્ટાર્સ અને ડાયરેકટરોએ તેમના ફિલ્મ પ્રોડકશન માટે ઓસ્ટ્રેલિયામાં ધામા નાંખ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે નાતાલી પોર્ટમેન, ક્રિશ્ચિયન બેલ અને મેલિસા મેકાર્થી ઓસ્ટ્રેલિયામાં તેમની ફિલ્મોના શૂટિંગ કરવા માટે પહોંચી ગયા છે. આ સ્ટારો ઇન્સ્ટાગ્રામ પર તેમની સ્વતંત્રતાને ઉજવતાં ફોટા અપલોડ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ યુએસમાં દરરોજ હજારો લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. 


દરમ્યાન આજે દુનિયામાં કોરોનાના નવા 1,51,672 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા 118,778,939 થઇ હતી. આજે કોરોનાના કારણે 3178ના મોત થતાં કુલ કોરોના મરણાંક 26,34,572 થયો હતો. 


બીજી તરફ ઇઝરાયલમાં ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસી બારથી સોળ વર્ષના હજારો કિશોરોને આપવામાં આવી હતી. આ બાળકોમાં રસીની કોઇ આડઅસર જોવા ન મળતાં તેને કિશોરો માટે સલામત ગણવામાં આવી રહી છે.બાળકોને સામૂહિક ધોરણે કોરોનાની રસી આપનારો ઇઝરાયલ પ્રથમ દેશ છે. 


ઇઝરાયલે   

તેની અડધાથી વધારે ચાર મિલિયનની વસ્તીને કોરોનાની રસીનો એક ડોઝ આપી દીધો છે. યુનિવર્સિટી ઓફ  ઓક્સફર્ડે પણ તેની એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત રસી છ વર્ષના બાળકોને આપવા માટે ટ્રાયલ લેવાની જાહેરાત કરી છે.   

 

ઇઝરાયલના નેશનલ વેક્સિનેશન કેમ્પેઇન દરમ્યાન 17 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી રસી લેનારાના ડેટાનું વિશ્લેષણ કરતાં ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસી 97 ટકા અસરકારક જણાઇ હતી. જ્યારે જેમનામાં કોરોનાના લક્ષણો ન હોય તેમનામાં તે 94 ટકા અસરકારક જણાઇ હતી.  બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના મહામારીનો પ્રતિભાવ આપવાના મામલે એક વર્ષ પછી પણ સંઘર્ષ કરી રહી છે.


તે હજી દેશોને નેશનલીસ્ટિક વિચારધારા છોડીને જ્યાં રસીની સૌથી વધારે જરૂર હોય ત્યાં તેને આપવા માટે સમજાવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહામારીની શરૂઆતમાં જે ખોટા પગલાં લીધા તેની આકરી કિંમત ચૂકવવી પડી છે. મહિનાઓ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકોને માસ્ક ન પહેરવા જણાવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના હવા મારફતે ફેલાતો નથી. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ 30 જાન્યુઆરી 2020ના રોજ કોરોનાના ચેપને ઇન્ટરનેશનલ હેલ્થ ઇમરજન્સી ગણાવી હતી પણ મોટાભાગના દેશોએ આ ચેતવણીને અવગણી હતી. છ સપ્તાહ બાદ 11 માર્ચ 2020ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ એન્ધાનોમ ઘેબ્રેસિયેસસે તેને મહામારી જાહેર કરતાં સરકારો સફાળી જાગી હતી પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું અને એન્ટાર્કટિકાને બાદ કરતાં મહામારી સર્વત્ર ફેલાઇ ગઇ હતી.