બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટૂંક સમયમાં યોજાશે અમેરિકન રાષ્ટ્રપતિ ની ચુંટણી...તેના પર શું કહ્યુ ડ્રોનાલ્ડ ટ્રમ્પે જાણો..

ઇલેક્શન પછી શાંતિપૂર્ણ રીતે સત્તા સોપવા પર ટ્રમ્પ બોલ્યા- હું તેનું વચન ન આપી શકું, બની શકે કે પાવર ટ્રાન્સફરની જરૂર જ ન પડે..ટ્રમ્પે એકવાર ફરી ચૂંટણીના પરીણામને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું-ઘણી બાબતોમાં નજર રાખવી પડશે.રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જજની પૂરી પેનલ હોવી જોઈએ, તે લોકતંત્ર માટે પણ જરૂરી છે.

નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ પરીણામ આવ્યા પછી શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ (પાવર ટ્રાન્સફર) થવાનું વચન ન આપી શકું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું વોટિંગને લઈને પહેલા પણ તમને ફરિયાદ કરી ચૂક્યો છું. એટલા માટે જોવાનું રહેછે કે અંતે શું થશે. ટ્રમ્પે કહ્યું કે બની શકે છે કે અમુક વસ્તુનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થાય. એટલા માટે અહીં જજોની પૂરી બેંચ હોવી જોઈએ.

  • કોઈ ભરોસો ન આપી શકે

બુધવારે રાતે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ટ્રમ્પને ઈલેક્શન પછી પાવર ટ્રાન્સફર વિશે અમુક સવાલો કરાયા હતા. એક રિપોર્ટરે પૂછ્યું કે શું તમે ભરોસો આપી શકો છો કે ચૂંટણી પછી શાંતિપૂર્ણ રીતે પાવર ટ્રાન્સફર થશે? આ અંગે રાષ્ટ્રપતિ કહ્યું હતું કે જોઈએ શુ થાય છે. હું મતદાનને લઈને મારી ચિંતા પહેલાજ જણાવી ચૂક્યો છું. અમુક જગ્યાએ રમખાણો થઈ રહ્યા છે. જો કે મને નથી લાગતું કે પાવર ટ્રાન્ફરની જરૂર પડશે. જે હાલ છે તે ચાલુ રહેશે.ટ્રમ્પના નિવેદનનો અર્થ એ છે કે ચૂંટણીમાં તેમની જીત થશે. રાષ્ટ્રપતિ પહેલા મેઈલ ઈન બેલેટથી વોટિંગનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ અમુક શરતો સાથે તેનું સમર્થન કરવા લાગ્યા છે.