મહિસાગર સાતકુંડા ગામે આવેલો ધોધ જીવંત થતા આલ્હાદક દ્દશ્યો સર્જાયા...
મહિસાગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી હતી.જીલ્લાના આવેલા વિવિધ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થવા પામ્યો હતો.વરસાદને કારણે ખેડુતો ખુશખૂશાલ થવા પામી હતી.મહીસાગર જીલ્લો પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર છે.
તેના કારણે વાતાવરણ લીલુછમ જોવા મળી રહ્યુ છે,સંતરામપુર તાલુકાનુ સાતકુંડા ગામ પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર છે.અહીની આસપાસ લીલીછમ પહાડીઓ આવેલી છે.
આ પહાડીઓની વચ્ચે સાતકુડાનો ધોધ આવેલો છે,સાતકુંડ આવેલા હોવાથી આ ગામનૂ નામ સાતકુંડા પડ્યૂ હોવાનૂ માનવામા આવે છે.હાલમા ઉપરવાસમા વરસાદ પડ્યો હોવાને કારણે આ ધોધ જીવંત બન્યો છે. અને ધોધમાથી પડતા પાણીથી આલ્હાદક નજારો સર્જાયોછે.