તેલંગાણામાં વિશ્વનો સૌથી લાંબો સ્પાન કોંક્રીટ કેબલ સ્ટે બ્રિજ તૈયાર, જાણો તેની વિશેષતા...
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં દુર્ગમ ચેરુવુ લૅક પર વિશ્વનો સૌથી લાંબો સ્પાન કોંક્રીટ કેબલ સ્ટે બ્રિજ બનાવાયો છે. બ્રિજના ઉદઘાટન બાદ તેને આકર્ષક રોશનીથી સજાવાયો છે. આ પુલથી માધવપુર શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. પુલ પર ફોર લેન રોડ છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પુલનું નિર્માણ કરાવ્યું છે.
આ વિશ્વનો સૌથી લાંબો સ્પાન કોંક્રીટ ડેક એક્સ્ટ્રા-ડોઝ્ડ કેબલ સ્ટે બ્રિજ છે. બ્રિજ માટે કોંક્રીટથી 233.85 મીટરનો પ્રીકાસ્ટ સ્પાન બનાવાયો છે. બ્રિજ બનાવવા પાછળ 184 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. બ્રિજને લાઇટ્સથી એ રીતે સજાવાયો છે કે તેમાં ક્યાંય સાંધાના નિશાન નથી દેખાતા. અધિકારીઓનો દાવો છે કે કોઇ કેબલ બ્રિજ પર પહેલી વાર આવી સજાવટ કરાઇ છે.