બ્રિટનમાં દારૂ પીધા બાદ યુવતી વૉશિંગ મશીનમાં ફસાઈ પછી શું થયું...
બ્રિટનના હલ સિટીમાં એક અજીબોગરીબ ઘટના બની છે. અહીં 21 વર્ષીય વિદ્યાર્થિનીને દારૂનો નશો ચઢતાં ટમ્બલ ડ્રાયરમાં ફસાઈ ગઈ હતી. ટમ્બલ ડ્રાયરમાં ફસાયા બાદ તેના શું હાલ થાય છે તે જોઈ શકાય છે. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. રોઝી કોલ નામની આ વિદ્યાર્થિની રૂમ મેટ સાથે શૅરિંગ એકોમોડેશનમાં રહે છે.
આ દરમિયાન તેણે ચિક્કાર દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ આ કૉલેજિયન યુવતીએ ટમ્બલ ડ્રાયરમાં ઘૂસવાની હિંમત કરી હતી. અંદર ઘૂસ્યા બાદ ફસાઈ જતાં તેણે બૂમાબૂમ કરી હતી. આખરે ઈમર્જન્સી સર્વિસને જાણ કરવામાં આવતા તાબડતોડ ટીમ પહોંચી હતી. આ ટીમે લગભગ 20 મિનિટ સુધી કામગીરી કરીને રોઝીને તેમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાનો ટિકટોક વીડિયો બનાવતા ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.