600 કિલોની તિજોરી કારના જેક અને ટાયરની મદદથી ફિલ્મીરીતે 17 લાખની ચોરી...
ગુજરાતના સુરેન્દ્રનગરમાં ફિલ્મ શૈલીમાં ચોરીની ઘટના સામે આવી છે. એક ઓટો ગેરેજમાંથી 600 કિલોગ્રામ વજનવાળી તિજોરી ચોરી થઈ હતી. રસપ્રદ વાત તો એ છે કે 17 લાખ રૂપિયાની આ લૂંટમાં ચોરોએ ગેરેજનો સામાન પોતે જ વાપર્યો હતો. ટાયર પર લોકર નાખ્યા પછી તેને જેક દ્વારા ખેંચીને બહાર કાળી લેવામાં આવ્યો. ત્યારબાદ તિજોરી ને અન્ય સાધનો વડે તોડી નાખવામાં આવી અને પૈસા નીકળી લેવા માં આવિયા હતા.
આ બનાવ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર લીંબડી ક્રોસિંગ નજીક પાર્થ ઓટોમોબાઇલ ગેરેજ પર બન્યો હતો. લૂંટની ઘટના બુધ-ગુરુવારની રાત્રે બની હતી. સુરેન્દ્રનગરની સ્થાનિક ક્રાઇમ બ્રાંચ અને લીંબડી પોલીસ પણ આ ચોરીની ઘટનાથી આશ્ચર્યચકિત છે. આ ઘટનામાં ચાર શંકાસ્પદ લોકો સંડોવાયેલા હોવાની શંકા છે.
ચોરોએ ગેરેજનો શટર તોડી અંદર ગયા અને પેહલે માળે પર માલિકની ઓફિસેમાં અંદર પ્રવેશ કર્યો હતો. ભારે ભરકામ તિજોરી ઉપાડવી સરળ નોહતી. પહેલા તેઓએ તેની પાસે એક મોટો ટાયર લગાવ્યો અને ત્યારબાદ તેના ઉપર 10 ફૂટની તિજોરી મૂકી દીધી, જેથી અવાજ ન આવે.આ પછી, ચાલાકી વાપરીને ચોરોએ પૈડા વારા હાઈડ્રોલિક જેક પર તિજોરીને મૂકી દીધી.
માહિતી આપતાં સુરેન્દ્રનગર શહેરના એસીપી ઇન્સ્પેક્ટર દીપક થોળએ જણાવ્યું હતું કે, “વાહન ઉપાડતાં જેકની મદદથી ચોર ગેરેજમાંથી તિજોરીને બહાર નીકાળી ગયો અને પાછલા ગ્રાઉન્ડ પર લઇ ગયા. ત્યાં તેમને તિજોરી નીચે કાપડ નાખ્યો અને એક ધણ વડે તિજોરી તોડવા માંડ્યો. થોડા કલાકોની મહેનત બાદ તિજોરી તૂટી ગઈ અને તેઓ અંદર રહેલી 17 લાખ 50 હજારની રકમ ચોરી ગયા.
તમને અમારો આ અર્ટિકેલ સારો લાગીયો હોય તો અમને follow કરી લેજો અને સાથે સાથે like share અને comment પણ કરી લેજો