સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોની યાદીમાં ગુજરાતના આ 4 શહેરોએ મારી બાજી...જાણો...
નવી દિલ્હી: કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ બહાર પાડી દીધો છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના લોકોનો આભાર માન્યો.
ભારત સરકાર દ્રારા દર વર્ષ સ્વચ્છતા સવર્ક્ષણ બહાર પાડવામાં આવે છે.તેમાંથી દેશના 10 ટોપ ટેનમાં ગુજરાતના 4 સીટીનો સમાવેશ થયો છે.સુરત સીટી પહેલા 14 માં કમે હતું તે આ વર્ષ 2 કમે આવ્યું છે.અમદાવાદ પાંચમા સ્થાને અને રાજકોટ છઠ્ઠા સ્થાને ,તો વડોદરા 10 કમે આવ્યું છે.આ ક્ષણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનો આભાર માન્યો હતો.
ટોપ 20 શહેરોમાં પ્રથમ નંબરે ઈન્દોર, બીજા નંબરે સુરત, 3જા નંબરે નવી મુંબઈ, ચોથા નંબરે વિજયવાડા, પાંચમા નંબરે અમદાવાદ, છઠ્ઠા નંબરે રાજકોટ, સાતમા નંબરે ભોપાલ, આઠમા નંબરે ચંડીગઢ, નવમા નંબરે વિશાખાપટ્ટનમ, દસમા નંબરે વડોદરા છે. ત્યારબાદ અનુક્રમે 11મા નંબરે નાસિક, 12મા ક્રમે લખનઉ, 13મા ક્રમે ગ્વાલિયર, 14મા ક્રમે થાણે, 15મા નંબરે પુણે, 16મા ક્રમે આગ્રા, 17મો ક્રમ જબલપુરનો, 18મા ક્રમે નાગપુર, 19મા ક્રમે ગાઝિયાબાદ અને 20મા ક્રમે પ્રયાગરાજ આવે છે.