બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તો આ સેવાઓ ૨૦ એપ્રિલથી શરતો સાથે થશે શરુ.. જાણો

કોરોના વાયરસ COVID 19 ના સંક્રમણને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩ મે સુધી દેશભરમાં વધારવામાં આવેલા લોકડાઉન બાદ ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે લોકોની સમસ્યાઓ દુર કરવા અને જરૂરી સેવાઓ સુચારુ રૂપે શરુ થઇ શકે તે માટે સરકાર દ્વારા દિશા નિર્દેશો સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર ગાઈડલાઈન અનુસાર મનરેગાના બધા જ કામોને અનુમતી, કૃષિ સંબંધિત દરેક ગતિવિધિઓ, ફિશરીઝ સાથે જોડાયેલી ગતિવિધિઓ, પશુપાલન સાથે જોડાયેલી ગતિવિધિઓ, બેન્કિંગની ગતિવિધિઓ, દરેક અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, મહિલાશ્રમ, વિધવાશ્રમ વગેરે, ઓનલાઈન શિક્ષણ, જીવનજરૂરી માલ સામનની અવરજવર, પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મિડિયા, આઈ.ટી. તથા આઈ.ટી. થી ચાલતી સેવાઓ, ઈ કોમર્સ કંપનીઓ, કુરિયર સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રાઈવેટ સિક્યોરીટી, હોટલ, લોજ વગેરે બાબતોમાં છૂટ મળશે.


ગૃહ મંત્રાલય દ્વારા દિશા નિર્દેશ અપાયા છે તે અનુસાર દરેક ''સામાજિક, રાજકીય, રમત ગમત, ધાર્મિક સમારોહ, ધાર્મિક સ્થળો, પ્રાર્થના સ્થળો ત્રણ મે સુધી જનતા માટે બંધ રહેશે. એમ.એચ.એ. એ લોકડાઉન પર કહ્યું, 'સિનેમા હોલ, મોલ્સ, શોપિંગ કોમ્પ્લેક્ષ, જીમ, રમતગમતના સંકુલો, સ્વીમીંગ પુલ, બાર ત્રણ મે સુધી બંધ રહેશે.''

એમ.એચ.એ. દિશા નિર્દેશમાં શૈક્ષણિક સંસ્થાન, કોચિંગ કેન્દ્ર, ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, ટ્રેન સેવાઓ ત્રણ મે સુધી સ્થગિત રહેશે. તો ગૃહ મંત્રાલયે લોકડાઉન પર દિશા નિર્દેશોમાં કહ્યું, 'લોકો આંતર રાજ્ય, આંતર જિલ્લા અવરજવર, મેટ્રો, બસ સેવાઓ પર ત્રણ મે સુધી પ્રતિબંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે આજના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસ સંક્ર્મીતોની સંખ્યા ૧૧,૪૩૯ થઇ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના ૧૦૭૬ નવા કેસ સામે આવ્યા છે અને ૩૮ લોકોના મોત થયા છે.