બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તાલીબાનની કમર તોડવા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા ભરવામાં આવ્યું આ મોટું પગલું

જો બાઇડન સરકાર દ્વારા અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સને મોકલેલી એક નોટિસમાં અમેરિકી વિદેશ વિભાગના રાજનીતિક/સૈન્ય મામલાના બ્યૂરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હથિયારોના વિતરણ ન કરવાની સમીક્ષા કરાઈ છે. તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાય રહેલી સ્થિતિને જોતા વિશ્વ શાંતિને આગળ વધારવા માટે ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ સેલ્સ કંટ્રોલ દ્વારા તમામ પેન્ડિંગ અને જાહેર કરવામાં આવેલ એક્સપોર્ટ લાયસન્સ અને અન્ય વસ્તુઓની સમીક્ષા કરવામાં આવી રહી. 

તેની સાથે નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, વિભાગ દ્વારા આવનારા દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમેરિકાના તમામ નાગરીકોને બહાર ના લાવવામાં આવે. ભલે તેના માટે 31 ઓગસ્ટથી વધુ સમય લાગી જાય. નામી ન્યુઝ ચેનલના રિપોર્ટ મુજબ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજા બાદ 15 હજાર અમેરિકી અફઘાનિસ્તાનમાં રહેલા છે. 

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ જો બાઇડેન સરકારની ભયંકર આલોચના કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને હાલના સમયમાં 190 દેશોના લોન આપતા સંગઠનો પાસેથી લોન કે અન્ય સંશાધનો સુધી પહોંચવાની મંજૂરી અપાશે નહીં.