બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રેકોર્ડ બનાવવાની નજીક પહોંચી ગા છે. વિરાટ કોહલી ૨૩ હજાર રનના આંકડાની ખૂબ જ નજીક છે. આ રેકોર્ડથી તે માત્ર ૬૩ રન દુર છે. વિરાટ કોહલીના નામે અત્યાર સુધી ૪૩૭ મેચમાં ૨૨,૯૩૭ રન નોંધાયેલા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેમનાથી વધુ રન રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીએ બનાવ્યા છે. ત્યારે સચિનના નામે સર્વાધિક ૩૪,૩૫૭ જ્યારે રાહુલ દ્રવિડના નામે ૨૪,૨૦૮ રન નોંધાયેલા છે. આ બંને ખેલાડીઓ સિવાય શ્રીલંકાના કુમાર સંગાકારા, મહિલાજયવર્ધને, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને સાઉથ આફ્રિકાના જૈક્સ કાલીસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીથી વધુ રન બનાવ્યા છે. 

ભારત આ સમયે ઇંગ્લેન્ડની યજમાનીમાં પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે. સીરીઝમાં અત્યાર સુધી બે મેચ રમી ચુક્યા છે અને ટીમ ઇન્ડિયાની પાસે ૧-૦ ની લીડ છે. બંને ટીમોની વચ્ચે સીરીઝની ત્રીજી મેચ હેડીગ્લેના લીડ્સ મેદાન પર રમાવવાની છે. ટીમ ઇન્ડિયા માટે ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલે સર્વાધિક રન બનાવ્યા છે. દરેક વખતની જેમ વિરાટ કોહલીના આ સીરીઝમાં બેટથી રન જરૂર નીકળ્યા છે, પરંતુ તે લાંબા સમયથી સદી બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. વિરાટ કોહલીએ આ મેચમાં સદી ફટકારી બે વર્ષની લાંબી રાહને સમાપ્ત કરવા માંગશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૭૧ મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ ચાહકો બે વર્ષથી જોઈ રહ્યા છે. તેમને નવેમ્બર ૨૦૧૯ માં બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ સદી ફટકારી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી ૪૯ આંતરરાષ્ટ્રીય ઇનિંગ રમી ચુક્યા છે. પરંતુ દરેક વખતે સદીથી દુર રહી જાય છે.