બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આ ફેમસ ટિકટોક સ્ટારનું ઇન્સ્ટાગ્રામએ કર્યું અકાઉન્ટ બંધ, અભદ્ર ટિપ્પણીઓને લઈને અગાઉ પણ ચર્ચામાં રહી છે

સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોક થી ફેમસ થઈ હતી અને સાથે જ ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે. તેની સામે અનેક ગુનાના કેસ નોંધાયેલ છે આ ઉપરાંત એ ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ પર પણ જ એટલી ફેમસ છે. ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે સાથે જ તેમના વીડિયો પણ ખૂબ વિવાદિત હોય છે. 


ટિકટોકથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા અચાનક એક યુવતી સાથે લાઈવ આવી ને ગાળો આપી હતી અને જે બાબતે ઝઘડો થયો હતો અને એ યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.  આ પછી 3 મેના રોજ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી. મામલો એવો છે કે અમદાવાદની એક યુવતીને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી. કીર્તિ પટેલ વિરદ્ધ બિભત્સ લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે તેને મારામારી કરી હતી જેના અંગે વસ્ત્રાપુર પોલીસ મથકમાં છેડતી, ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
હાલ ફરી કીર્તિ પટેલ ચર્ચાનો વિષય બની છે, ટીકટોકથી ફેમસ થયેલ કીર્તિના instagramમાં પણ ઘણા ફોલોવર્સ હતા પણ મળતી માહિતી મુજબ હવે એમનું instagram account પણ બેન થઈ ગયું છે.