આ મહિને ગ્રહોની સારી સ્થિતિ રહેશે, મકર સહિત 4 રાશિઓએ સાવધાન રહેવું
ઓક્ટોબરમાં ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. રાહુ-કેતુ પણ ઉચ્ચ સ્થિતિમાં રહેશે. આ 4 મોટા ગ્રહોની શુભ સ્થિતિને કારણે વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ ધનલાભ થવાની સંભાવના છે. આ સિવાય મેષ, કર્ક, સિંહ અને મકર રાશિના લોકોએ આ આખો મહિનો સાવધાન રહેવું. આ રાશિના લોકોને નવાં કામ અને નિર્ણય સમજી-વિચારીને કરવાં પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, આ મહિને 12માંથી 8 રાશિ માટે સમય સારો રહેશે. ત્યારે 4 રાશિ પર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.
એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિનું ફળઃ-
મેષઃ-
પોઝિટિવઃ- મહિનાનું પહેલું સપ્તાહ તમારા માટે અનુકૂળ છે. તમે પરિવારના આર્થિક મામલાઓ અંગે વિચાર કરશો. મહિલા વર્ગ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ તાલમેલ જાળવીને આગળ વધશે. ફાઇનાન્સ તથા નાણાકીય મામલે સંતોષ રહેશે.
નેગેટિવઃ- થોડા લોકો તમારા માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે, સાવધાન રહો. ક્યારેક તમે તમારા લક્ષ્યથી ભટકવા લાગશો અને એકલતાનો સામનો કરશો. ઘર અને ઓફિસ બંને જગ્યાએ તાલમેલ જાળવવામાં તમે તણાવ અનુભવ કરશો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ સાથે ધૈર્ય પણ રાખવું પડશે. મહિનાની વચ્ચે કોઈ મોટો સોદો તમારા હાથ લાગી શકે છે.
લવઃ- પતિ-પત્નીમાં કોઈ નાની વાતને લઈને મોટો વિવાદ થઈ શકે છે. આ વાતને સંભાળવાની કોશિશ તમારે કરવી પડશે.
સ્વાસ્થ્યઃ- આ મહિને વધારે વ્યસ્તતાને કારણે નબળાઈ રહેશે. જીવનશૈલીમાં થોડો નેગેટિવ ફેરફાર થશે.
---------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રહેશો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત બનાવવા માટે પ્રયાસ કરતા રહેશો. જીવનની મુખ્ય ઘટનાઓ તરફ ધ્યાન કેન્દ્રિત રહેશે. આસપાસમાં પણ સંબંધ મધુર બનશે તથા ઘરમાં પણ મહેમાનોનું આગમન થશે.
નેગેટિવઃ- મહિનાના પહેલા સપ્તાહમાં તમે કોઈ ભારે સંકટમાં ફસાઈ શકો છો, એટલે સાવધાન રહો. કોઈ વસ્તુ રાખીને ભૂલી જવાથી તણાવ રહેશે. જીવનમાં બધું હોવા છતાં કંઈક ખાલીપણુંનો અનુભવ થશે. મહિનાના અંતમાં કોી પરિજન સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં કાર્યોમાં સફળતા મળશે.
લવઃ- આ મહિનો મનોરંજન અને મોજ-મસ્તીનો રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
---------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- સમાન વિચારધારાના લોકો સંપર્કમાં આવશે, જેનાથી તમારી કાર્યક્ષમતા અને કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે. વિલાસિતાને લગતાં કાર્યોનો આવેગ રહેશે, પરંતુ વિવેક અને ચતુરાઈથી તમે દરેક મુશ્કેલ સમસ્યાનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- તમારા અહંકાર અને જિદ્દી સ્વભાવ પર કંટ્રોલ રાખવો. થોડા મામલાઓને લઇને મનમાં અસમંજસ અને અનિર્ણયની સ્થિતિ રહેશે. કામકાજમાં પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો પડકારરૂપ લાગશે.
વ્યવસાયઃ- વ્યાપારમાં મજબૂત નિર્ણય અને મહેનત દ્વારા સ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરશો. કોઈ મોટો ઓર્ડર મળી શકે છે.
લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
---------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- સાધુ-સંતો તથા મહાપુરુષોનું સાંનિધ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થશે. સમાજ માટે કંઈક કરવાની તમારી ઇચ્છા રહેશે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ અથવા શુભ આયોજનનું પ્લાનિંગ પણ થશે. સંપત્તિને લગતો વિવાદ કોઇ મધ્યસ્થીને કારણે ઉકેલાઈ જશે.
નેગેટિવઃ- મહિનાના બીજા ભાગમાં વધારે સાવધાન રહો. બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. કોઇ તમારી વિરુદ્ધ યોજના કે ષડ્યંત્ર બનાવી શકે છે જેને કારણે માનહાનિ થાય તેવી આશંકા છે. શાંતિ અને સાંત્વન માટે વિવિધ જગ્યાએ ભટકવું પડી શકે છે.
વ્યવસાયઃ- કામકાજમાં થોડી ચૂકથી મોટું પરિણામ ભોગવવું પડી શકે છે. સાવધાન રહો.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરીથી થઈ શકે છે.
---------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- જીવનને સુંદર અને ખુશહાલ બનાવવા માટે તમે તમારી દિનચર્યામાં થોડાં પોઝિટિવ પરિવર્તન લાવશો. ભવિષ્યની યોજનાને લઈને પણ નવી નીતિઓ બનશે. તમારી મુશ્કેલીઓ અને અડચણો પણ દૂર થશે.
નેગેટિવઃ- મહિનાના પહેલા સપ્તાહમાં વાહન સાવધાનીપૂર્વક ચલાવો. દુર્ઘટના થવાની સંભાવના છે. કાયદાના મામલે વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. મહિનાની વચ્ચે તમારા ખર્ચને કારણે ઘરનું બજેટ ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈ સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં
લવઃ- કામની વ્યસ્તતા સિવાય તમે પરિવાર અને મિત્રો વચ્ચે હરવા-ફરવા તથા મોજમસ્તીમાં સમય પસાર કરશો.
સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર સ્વાસ્થ્ય પર થશે.
---------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારી જીવનશૈલી, સાદગીથી પરિપૂર્ણ રહેશે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે, સાથે જ સંપર્કોની સીમા વધશે અને તમારી લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઉપર ચઢશે. ધન પ્રાપ્તિની યોજનાઓ સફળ રહેશે. મહિનાના છેલ્લા સપ્તાહમાં તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો.
નેગેટિવઃ- ખોટા સલાહકાર અને ખોટી સંગતિને કારણે થોડા નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે, જેને કારણે તમારી સારી બાબતો પણ ખરાબ દર્શાઈ શકે છે. ઘરના લોકો સાથે કોઈ વાતને લઈને વાદ-વિવાદ થઈ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે રોકાણ કરશો નહીં. તમારા માટે આર્થિક સમસ્યા ઊભી થઈ શકે છે.
લવઃ- પ્રેમ સંબંધ તણાવપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
---------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. મનગમતાં કાર્યોને તમે વધારે મહત્ત્વ આપશો. નવા સંપર્ક બનશે તથા તમે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. ઓછી મહેનતે વધારે ફળની પ્રાપ્તિ થશે. કોઈ જૂનો વિવાદ પણ ઉકેલાઈ જશે.
નેગેટિવઃ- મહિનાના પહેલા સપ્તાહમાં થોડાં કામ ઊંધાં પડી શકે છે. બીજાની મદદના ચક્કરમાં તમે ખરાબ બનશો નહીં. કોઈ કામને શરૂ કરતાં પહેલાં એના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.
વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતાં વ્યવસાયમાં રૂપિયાનું રોકાણ કરવું લાભદાયક રહેશે.
લવઃ- પરિવાર સાથે ઘરનાં કાર્યોમાં સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો તથા પેટ ખરાબ થવાની સમસ્યા રહેશે.
---------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- થોડી મહેનત પછી કોઈ નવું કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે, એટલે મહેનત કરતા રહો. મિત્રો અને સહયોગીઓ પાસેથી આશા પ્રમાણે સહયોગ પણ પ્રાપ્ત થશે. કોર્ટ કેસ અને સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલથી ઉકેલાઈ જશે.
નેગેટિવઃ- તમારી કાર્યક્ષમતા અને કાર્યકુશળતાને મજબૂત કરો. સ્વભાવમાં થોડો તણાવ અને ચીડિયાપણું રહી શકે છે. તમારા પોતાના જ લોકો તમારા માટે પરેશાનીનું કારણ બનશે.
વ્યવસાયઃ- કોઈ રાજકારણને લગતી પરેશાની થઈ શકે છે. તેના માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- મસાલેદાર ભોજનથી દૂર રહો.
---------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આ મહિને છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાં રાહત મળશે. મીડિયા, કળા તથા રચનાત્મક વસ્તુઓની તરફ તમારું આકર્ષણ રહેશે. કોશિશ કરવાથી મનગમતાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં યોગદાન માટે સન્માન પણ મળી શકે છે.
નેગેટિવઃ- ખોટી ગૂંચવણમાં પડીને તમારો સમય ખરાબ કરશો નહીં. આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમારા સ્વભાવનું અવલોકન કરો, કેમ કે અહંકાર અને જીદમાં આવીને કોઇ લાભદાયી યોજના ગુમાવી શકો છો.
વ્યવસાયઃ- વેપારમાં પાર્ટનરશિપ તથા કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખો.
લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ગરમીની પરેશાની રહેશે.
---------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમારી ક્ષમતાને કરિયર, પ્રોફેશન, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં ઉપયોગ કરશો. આ સમયે તમે તમારા સંબંધોને વધારે મજબૂત કરવામાં પણ પ્રયાસરત રહેશો. સ્ત્રીઓ પોતાના કરિયર તથા પરિવારની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખશે.
નેગેટિવઃ- નાણાકીય સ્થિતિ થોડી ખરાબ રહેવાને કારણે મન નિરાશ રહેશે. બાળકોને કારણ વિના ખિજાવવું નહીં, નહીંતર નકારાત્મક અસર તેમની કાર્યક્ષમતા પર પડશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી પ્રતિયોગિતા અને પ્રતિસ્પર્ધા રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.
---------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- તમારી છવિ અને પ્રતિભાને વધારે નિખારવાનો અવસર મળશે. ધન આગમનના સ્ત્રોત પણ ખૂલશે. પરિવારને પણ તમે વ્યસ્ત હોવા છતાં સંપૂર્ણ સમય આપશો. વિદ્યાર્થીઓને પોતાનાં અભ્યાસ, શોધ અને સૂચનાઓના આદાન-પ્રદાનમાં અનુભવી લોકોનો પૂર્ણ સહયોગ મળશે.
નેગેટિવઃ- અજાણ્યા તથા અપરિચિત વ્યક્તિઓ સાથે અંતર જાળવી રાખો. આવેશમાં આવીને તમે તમારું કામ ખરાબ કરી શકો છો. મહિનાના બીજા સપ્તાહમાં કોઈ આર્થિક પરેશાની આવશે.
વ્યવસાયઃ- મહિનાની વચ્ચે કોઈ નવો કરાર કે સમજૂતી પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઈપણ પ્રકારની બેદરકારી કરશો નહીં.
---------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આ મહિનો સારા ફળ આપનારો સાબિત થશે. કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જમીન અથવા નવા વાહનની ખરીદદારી પણ સંભવ છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તમારા કોઈ ખાસ હુન્નર કે જ્ઞાનને વધારે નિખારવાનો પ્રયત્ન કરશો.
નેગેટિવઃ- બાળકોના લગ્ન અંગે જોઈ-વિચાર કરીને જ નિર્ણય લો, નહીંતર દગાબાજી થઇ શકે છે. થાક વધારે રહેશે. થોડી વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. સંબંધોની કિંમત અને મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- રોજગારમાં વૃદ્ધિ થશે. પહેલું સપ્તાહ ધનદાયક અને સફળતાદાયક રહેશે.
લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઈને કોઈ ભય રહેશે.