બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આ ઓસી ક્રિકેટર માની જ નથી શકતો કે તેના માટે 14 કરોડની બોલી લાગી છે.

ઓસ્ટ્રેલિયાના  ઉભરતા પેસ બોલર જાય રિચર્ડસનને આઈપીએલમાં જેકપોટ લાગી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ યુવા બોલરે ઓસ્ટ્રેલિયામાં રમાતી ટી 20 ટુર્નામેન્ટ બિગ બેશની આ સિઝનમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.બીજી તરફ આઈપીએલ માટેની હરાજીમાં રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડ રુપિયામાં ખરીદયો છે. રિચર્ડસન ઓસી ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. હાલમાં ઓસી ટીમ ક્વોરેન્ટાઈન થયેલી છે ત્યારે રિચર્ડસન પોતાની હોટલમાં બેસીને હરાજી જોઈ રહ્યો હતો.

તેણે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, મને તો વિશ્વાસ પણ નહોતો થતો કે મારા પર આટલી મોટી બોલી લાગી છે. મેં એક વખત નહીં પણ ચાર વખત ખાતરી કરી હતી કે ખરેખર મારા માટે 14 કરોડ રુપિયાની બોલી લાગી છે.એક તબક્કે તો હું જાણે સ્તબ્ધ થઈ ગયો હતો અને શરીરની તમામ ચેતના જાણે જતી રહી હતી. ઉલ્લેખની યછે કે, રિચર્ડસન બે ટેસ્ટ, 13 વન ડે અને નવ ટી 20 રમી ચુક્યો છે.