બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મુકેશ અંબાણીને મળી ધમકી:શંકાસ્પદ ગાડીમાંથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે.

દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર ગત દિવસે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

મળી આવેલી ચિઠ્ઠીમાં લખ્યું કે- ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’નીતા ભાભી,મુકેશ ભૈયા, આ તો માત્ર એક ઝલક છે. બીજી વખત પુરો સામાન થઈને તમારી પાસે આવશે અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે, મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. 


 કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે.


ગાડીમાં શું શું મળ્યું?
પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં 20 જિલેટિનની સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષાકાફલામાં એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. વેહિકલને સીલ કરી દેવાયું છે.


ગુરુવારે એન્ટિલિયાની બહાર જ્યારે આ કાર મળવાની માહિતી મળી, તો ત્યાં સુરક્ષા વધારી દેવાઈ છે. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ હાજર રહી હતી. આ ઉપરાંત શુક્રવારે પણ એન્ટિલિયાની બહાર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં આસપાસથી નીકળતાં વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.