બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કાબુલથી ત્રણ ફ્લાઈટ દ્વારા 400 નાગરિકોએ વતન પરત લાવવામાં આવ્યા, તેની સાથે એક સારા સમાચાર પણ આવ્યા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 168 લોકોને લઈને એરફોર્સનું વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચી ગયું હોવાની જાણકારી સામે આવી છે. તેમાં 107 ભારતીય રહેલા છે. જેમાં અફઘાની સાંસદ અનારકલી હોનરયાર, નરેન્દ્ર સિંહ ખાલસા અને તે બંનેના પરિવારો સામેલ છે. હોનરયાર અને ખાલસા તે લોકોમાંથી એક છે જેમને તાલિબાન શનિવારના રોજ પોતાની સાથે લઈ ગયા હતા. તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ અફઘાની છે, તેથી તેઓ દેશ છોડીની જઈ શકશે નહીં. તેમ છતાં, બાદમાં તેમને છોડી દેવાયા હતા. તેની સાથે ભારત પહોંચ્યા બાદ નરેન્દ્ર સિંહ ખાલસા ભાવુકમાં જોવા મળ્યા હતા.

તેની સાથે થોડા દિવસો પહેલા તાલિબાનો દ્વારા કાબુલમાં ભારતીયોને કબજામાં રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આ તમામ ભારતીયોને તાલિબાન દ્વારા કબજામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જ્યાં સુધી તાલિબાનોના કબજામાં ભારતીયો હતા ત્યાં સુધી તમામના જીવ અધ્ધરતાલે થઈ ગયો હતો. જ્યારે ક્રૂર તાલિબાનોના કબજામાંથી છુટીને આવેલા ભારતીયો ખૂબ જ ખૂશ જોવા મળ્યા હતા.

આ અગાઉ કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા 87 અન્ય ભારતીયો એર ઇન્ડિયાથી વિમાન દ્વારા આજે સવારના તે દિલ્હી પહોંચ્યા હતા. જેમાં 2 નેપાળી પણ સામેલ હતા. ભારતીયોએ તેમના વતન પરત ફરવાની ખુશીમાં ફ્લાઇટની અંદર ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા. જયારે આ લોકો 2 વિમાનો દ્વારા ભારત પહોંચ્યા હતા. તેમને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબે અને કતારની રાજધાની દોહા મોકલ્યા બાદ તેમને ગત રાત્રીના મોકલવા માટે રવાના કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ દ્વારા આ જાણકારી આપી હતી.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત ફરવા માટે માર્ગ સરળ બનાવી દેવાયો છે. ભારતને કાબુલ એરપોર્ટ પરથી દરરોજ બે વિમાનના સંચાલન કરવાની પરવાનગી મળી ગઈ છે. જયારે અમેરિકન અને ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ફોર્સના શનિવારના રોજ તેની પરવાનગી આપવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે તેઓ ટૂંક જ સમયમાં તમામ ભારતીયોને પરત લાવવામાં આવશે. અત્યારે અહીં 300 ભારતીયો ફસાયેલા હોવાની જાણકારી સામે આવી છે.