બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટિકટોક ભારતમાં વાપસી કરી શકે છે, તેની પેરેન્ટ કંપનીએ રિલાયન્સ સાથે વાતચીત શરૂ કરી...

યુઝર્સની રીતે બીજું સૌથી મોટું બજાર ભારત 

ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ તેના ભારતીય કારોબારને વેચવાની યોજના બનાવી રહી છે. બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને વેચે તેવી શકયતા છે. આ સંબંધમાં બંને કંપનીઓની વચ્ચે જુલાઈના અંતમાં વાતચીત શરૂ થઈ હતી. જોકે બંને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિકટોકએ કોઈ માહિતી આપી નથી.

ભારતે ટિકટોક સહિત ચીનની 106 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે

લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પછી ભારત સરકારે ચીનની કંપનીઓની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમાં ટિકટોક, વીચેટ, અલીબાબા ગ્રુપની યુસી બ્રાઉઝર અને યુસી ન્યુઝ જેવી પોપ્યુલર એપ સામેલ હતી. પછી સરકારે ગત મહિને જુલાઈમાં પણ ચીનની 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ટિકટોકના ભારતીય કારોબારની વેલ્યુ 3 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

2019માં બાઈટડાન્સે ભારતમાં 43.7 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. કંપનીને 3.4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે. કારોબારી રેવન્યુના હિસાબથી ભારત બાઈટડાન્સના ટોપ 10 દેશોમાં સામેલ નથી. એપ્સ બિઝનેસ કારોબાર પર નજર રાખનારા સેન્સર ટાવરના જણાવ્યા મુજબ ટિકટોકના યુઝર બેઝમાં વધારો થઈ રહ્યો છે. 29 એપ્રિલના ડેટાના જણાવ્યા અનુસાર વિશ્વમાં ટિકટોક 200 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. વિશ્વમાં ટિકટોકના 20 કરોડ એક્ટિવ યુઝર્સ છે.