ટિક્ટોક સ્ટાર સિયા કક્કરે નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને કરી આત્મહત્યા...
ટિક્ટોક સ્ટાર સિયા કક્કડે ગુરુવારે આત્મહત્યા કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. સોશિયલ મીડિયા પર સિયાના સારા એવા ફોલોવર્સ પણ હતા.સિયાએ નાની ઉંમરે ખૂબ નામ કમાવ્યું હતું. સિયા ટિકટોક વીડિયો બનાવીને મહિનામાં 1.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરતી હતી. સીયા કક્કર 12 માં ધોરણ માં અભ્યાસ કરતી હતી . સિયાની આત્મહત્યા બાદ તેના ચાહકો અને મિત્રો બધા તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આપણે જણાવી દઈએ કે આત્મહત્યાની એક રાત પહેલા સિયાએ તેના મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. અર્જુન કહે છે કે સિયા તે સમયે સારા મૂડમાં વાત કરતી હતી. અર્જુનને પણ સિયાએ આત્મહત્યા શા માટે કરી તેનો ખ્યાલ નથી
ટિક્ટોક ઉપર તેના 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ હતા. સિયા દિલ્હીના પ્રીત વિહારની રહેવાસી હતી . તેણે ઘરે આ પગલું ભર્યું હતું અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આપણે જણાવી દઈએ કે સિયાએ પોતાનો જીવ આપતા પહેલા તેનો એક ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો, જેને લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
View this post on InstagramA post shared by Siya Kakkar (@siya_kakkar) on