બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તીર્થધામ નાસિકમાં ભૂકંપનો આંચકો આવ્યો, છેલ્લા 24 કલાકમાં ત્રણથી વધુ આંચકા આવ્યા...

તીર્થધામ નાસિકમાં ભૂકંપનો આંચકો આવ્યો, છેલ્લા 24 કલાકમાં ત્રણથી વધુ આંચકા આવ્યા, આજે સવારે સવાચારની આસપાસ આંચકો આવ્યો મહારાષ્ટ્રમાં આવેલા તીર્થધામ નાશિકમાં આજે સવારે સવા ચાર વાગ્યાની આસપાસ ધરતીકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં આ ત્રીજો આંચકો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ નાશિકમાં આજે પરોઢિયે આવેલો ભૂકંપનો આંચકો 3.2 તીવ્રતાનો હતો જે બહુ જોખમી ન કહેવાય. કોઇ જાનહાનિ કે માલમિલકતને નુકસાનના અહેવાલ નહોતા. આ ભૂકંપનું કેન્દ્ર નાશિકથી 93 કિલોમીટર દૂર પશ્ચિમે હતું.

આમ તો મંગળવાર સવારથી નાશિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે આવેલો ભૂકંપનો આંચકો 3.8ની તીવ્રતા ધરાવતો હતો. સવારે નવને પચાસે પહેલો આંચકો આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્ર નાશિકથી 103 કિલોમીટર દૂર પશ્ચિમે હતું. આમ તો સોમવારે સવારે મુંબઇ સહિત મહારાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્ર મુંબઇથી 102 કિલોમીટર દૂર પશ્ચિમે હતું.

મુંબઇમાં આવેલો આંચકો સવારે આઠ વાગ્યે આવ્યો હતો. મંગળવારે સવારે નાશિકમાં પહેલો આંચકો નવને પચાસે આવ્યો હતો. ત્યારબાદ લગભગ તરત બીજો આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ આ આંચકા હળવા કહી શકાય એવા હતા. એનાથી કોઇ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નહોતા.

ઘણાને તો કદાચ ભૂકંપના આવા નાનકડા આંચકાનો ખ્યાલ સુદ્ધાં આવતો હોતો નથી. નોંધપાત્ર વાત એ છે કે ત્રણ દિવસ પહેલા રાત્રે નાસિકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ ધ્રુજારીથી કોઈ નુકસાન થયાના સમાચાર નથી મળ્યા, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.