બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં 
આવી છે. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે. ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારશ્રીએ ગુજરાત સરકારના “ડીજીટલ ગુજરાત” digitalgujarat.gov.in પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે. તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે. સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં તેમ રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.