આજે 38 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો સંયોગ રચાશે...
આજે 38 વર્ષ બાદ સૂર્યસંક્રાતિનો યોગ સાથે પિતૃ તર્પણના અષાઢ માસની પુર્ણાહૂતિ તો સાથે સાથે પવિત્ર પુરષોતમ માસ નો થશે પ્રારંભ. મોક્ષ ભૂમિ પ્રભાસતીર્થ ના ત્રિવેણી સંગમ ઘાટ પર પિતૃ તર્પણનો અનેરો મહિમા. આજે 38 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો સંયોગ રચાશે.
જ્યારે આવતીકાલ થી ભક્તિ-ભાવનાના પવિત્ર પુરૂષોત્તમ (અધિક) માસનો આરંભ થશે. છેલ્લે 1982માં સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો સંયોગ રચાયો હતો. સંક્રાંતિ એટલે સૂર્યનો નવી રાશિમાં પ્રવેશ. સૂર્યનું કન્યા રાશિમાં પ્રવેશ અને અમાસની શરૂઆત થશે.
આ અંગે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુએવા તીર્થ પુરોહિત જયવર્ધન જાની ના મતે ગુરૂડપુરાણ શાસ્ત્રમાં સૂર્ય જ્યારે ગૌચર ભ્રમણ, કન્યા રાશિમાં ભ્રમણ કરતો હોય તે સમયે પિતૃઓ સુક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હશે.
શાસ્ત્રો મુજબ પૂર્વા ફાલ્ગુનીના દિવસે શ્રાધ્ધ કરવાથી ભાગ્ની વૃધ્ધિ અને અમાસને દિવસે શ્રાધ્ધ કરવાથી મનની સારી કામનાઓ પુણ્ય થાય છે. હીંદૂ શાસ્ત્ર પ્રમાણે ભારતભરમાં પાંચ મોટા પિતૃ તર્પણ તીર્થો રહેલા છે જેમાં નું સર્વ શ્રેષ્ઠ તીર્થ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ પવીત્ર ત્રીવેણી સંગમ છે. આ ઘાટ પર પિતૃ ઓ ના તર્પણ સ્નાન સાથે વિધિ કરી ભાવિકો પિતૃ ઓ ને તૃપ્ત કરે છે.