ઈતિહાસમાં આજે: 19 વર્ષ પહેલાં ઈતિહાસનો સૌથી મોટો આતંકીહુમલો 9/11, શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણનાં 127 વર્ષ...
11 સપ્ટેમ્બર, 2001નો એ દિવસ હતો. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લગભગ 18 હજાર કર્મચારી રોજની જેમ કામ કરી રહ્યા હતા ત્યારે આઠ વાગ્યે ને 46 મિનિટે જે થયું એની કલ્પના ન કરી શકાય એવું હતું. 19 આતંકીએ ચાર વિમાન હાઇજેક કર્યાં. બે વિમાન લઈને વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં બન્ને ટાવર સાથે અથડાવ્યાં હતાં. આનાથી વિમાનમાં સવાર તમામ લોકો અને બિલ્ડિંગમાં કામ કરી રહેલા ઘણા લોકો માર્યા ગયા હતા. બે કલાકની અંદર બન્ને ટાવર પડીભાંગ્યાં હતાં. ત્રીજું વિમાન અમેરિકન રક્ષામંત્રાલય, એટલે કે પેન્ટાગન સાથે અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન શેન્કવિલેના ખેતરમાં ક્રેશ થયું હતું.
માનવ ઈતિહાસમાં સૌથી ભીષણ આતંકીહુમલામાં 70 દેશોના 3000 લોકોનાં મોત થયાં હતાં. હાઇજેકર્સમાં 15 સાઉદી અરબના હતા, જ્યારે બાકી UAE, મિસ્ત્ર અને લેબનાનના હતા. આ હુમલા પછી અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનને જીવતો અથવા મૃત હાલતમાં પકડવા માટે 2.5 કરોડ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું હતું. છેલ્લે, 2 મે, 2011માં અમેરિકાના સિક્રેટ મિશનમાં પાકિસ્તાનના એબટાબાદમાં સંતાયેલા લાદેનને ઠાર મરાયો હતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યૂયોર્કના મેનહટ્ટનમાં હતું. બન્ને ટાવર 1966માં બનાવવાનાં શરૂ થયાં હતાં અને 1973માં બનીને તૈયાર થયાં હતાં.
જ્યારે વિવેકાનંદે ધર્મ સંસદમાં કહ્યું- સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા
શિકાગોના સંમેલનમાં સ્વામી વિવેકાનંદ
1893માં 11 સપ્ટેમ્બરે વિશ્વ ધર્મ સંમેલન થયું હતું. એમાં સ્વામી વિવેકાનંદે જેવું ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા’ કહીને પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. આવું પહેલી વખત બન્યું હતું, જ્યારે પશ્ચિમનો સામનો પૂર્વના ધર્માચાર્ય સાથે થઈ રહ્યો હતો. એ વખતે પશ્ચિમી દેશો સામે ભારતીય સંસ્કૃતિ, અભ્યાસ અને દર્શન નવાં નવાં જ હતાં. વિવેકાનંદના આ જાણીતા ભાષણે ભારતની છાપને નવી દિશા આપી હતી.
સ્વામી વિવેકાનંદે તેમના ભાષણમાં સાંપ્રદાયિકતા, ધાર્મિક કટ્ટરતા અને હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સાંપ્રદાયિકતા અને કટ્ટરતાએ લાંબા સમયથી ધરતીને પોતાના સંકજામાં લીધી છે આનાથી ધરતી પર હિંસા વધી ગઈ છે. ઘણી વખત ધરતી લોહીથી લાલ થઈ છે. ઘણી સભ્યતાઓનો વિનાશ થયો છે. કોણ જાણે કેટલા દેશ નષ્ટ થયા છે. તેમણે તેમના ભાષણમાં સહનશીલતા અને સાર્વભૌમિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી 1906માં દક્ષિણ આફ્રિકન સરકારે એક નવો કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં ભારતીય મૂળના લોકો માટે રજિસ્ટ્રેશન જરૂરી કરવામાં આવ્યું હતું. જોહાનિસબર્ગમાં 11 સપ્ટેમ્બરે યોજાયેલી ભારતવંશીઓની એક બેઠકમાં એનો વિરોધ થયો હતો, જેમાં ગાંધીજીએ વિરોધ માટે અહિંસાનો ઉપયોગ કરવા માટે વકાલત કરી હતી. આ સંઘર્ષ સાત વર્ષ સુધી ચાલ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં એ વખતે અંગ્રેજોનું શાસન હતું અને તેમણે હજારો ભારતીયોને હડતાળ, રજિસ્ટ્રેશનથી ઈન્કાર કરવો, રજિસ્ટ્રેશન કાર્ડ સળગાવવા અને દેખાવ કરવા માટે જેલમાં મોકલી દીધા હતા.
ઈતિહાસમાં આજના દિવસે આ કારણોસર પણ યાદ કરવામાં આવે છે
1919- અમેરિકન નૌકાદળે હોંડ્ડરાસ પર આક્રમણ કર્યું
1939- ઈરાક અને સાઉદી અરબે જર્મની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી
1941- અમેરિકન રક્ષામંત્રાલય પેન્ટાગોનનું નિર્માણ શરૂ થયું હતું
1951- ઇંગ્લિશ ચેનલ તૈરકર પાર કરનારી પહેલી મહિલા બની ફ્લોરેન્સ ચેડવિક, તેમને ઇંગ્લેન્ડથી ફ્રાન્સ પહોંચવામાં 16 કલાક અને 19 મિનિટ લાગ્યાં હતાં
1961- વિશ્વ વન્યજીવ કોષની સ્થાપના
1965- ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ દક્ષિણ પૂર્વ લાહોરની બાજુમાં બુર્કી શહેર પર કબજો કર્યો હતો
1968- એર ફ્રાન્સનું વિમાન નંબર 1611 નાઇસની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનામાં 89 યાત્રી અને ચાલકદળના સભ્યોનાં મોત પણ થયાં હતાં
1973- ચિલીના રાષ્ટ્રપતિ સાલ્વાડોર અલાંદેની સેનાનો બળવો
1996- રાષ્ટ્રમંડળ સંસદીય સંઘમાં પહેલી વખત મહિલા અધ્યક્ષ ચૂંટાયાં
2003- ચીનના વિરોધ છતા તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે મુલાકાત કરી હતી
2005- ગાજા પટ્ટીમાં 38 વર્ષથી ચાલી રહેલું સૈન્યશાસન સમાપ્ત કરવાની જાહેરાત
2006- પેસ અને ડેમની જોડીએ અમેરિકન ઓપન યુગલ ખિતાબ જીત્યો
2007-યેરુશલેમ પાસે આવેલા ડેવિડ શહેરમાં લગભગ 200 વર્ષ જૂની સુરંગની ખબર પડી.