બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને બાયડન વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ

29 સપ્ટેમ્બરે ટ્રમ્પ અને બાઈડન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ, 15 ઓક્ટોબરે બીજી અને ત્રીજી ડિબેટ 22 ઓક્ટોબરે થશે

અમેરિકામાં પહેલું ટીવી સ્ટેશન 2 જુલાઈ 1928એ શરૂ થયું, પહેલી પ્રેસિડેન્શિયલ ટીવી ડિબેટ 32 વર્ષ પછી 1960માં થઈ


અમેરિકામાં આજે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થવાની છે. CNN પ્રમાણે ઓહાયોમાં થનારી આ ડિબેટ 90 મિનિટની થશે અને તેમાં 6 મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે. 6 મુદ્દાને 15-15 મિનિટમાં વહેંચવામાં આવશે. આ દરમિયાન કોઈ બ્રેક રાખવામાં નહીં આવે. ફોક્સ ન્યૂઝના ક્રિસ વોલેસ ડિબેટના મોડરેટર બનશે. ક્રિસ આ જ ચેનલમાં એન્કર છે.

ધી ટેલિગ્રાફના જણાવ્યા પ્રમાણે વોલેસ રજિસ્ટર્ડ ડેમોક્રેટ છે. થોડા દિવસો પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ઈન્ટરવ્યુ આપી ચૂક્યા છે. ઈન્ટરવ્યુમાં ટ્રમ્પ ઘણી વખત ગભરાયેલા જોવા મળ્યા હતા. બીજી અને ત્રીજી ડિબેટ પણ 90-90 મિનિટનો રાખવામાં આવશે. બીજી ડિબેટ ફ્લોરિડા અને ત્રીજી ડિબેટ ટેનેસીમાં રાખવામાં આવી છે.

અહીં અમે તમને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રેસિડેન્શિયલ ડિબેટ સાથે જોડાયેલા 15 ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ