ટોક્યો ઓલિમ્પિક: ભારતીય પુરુષ હોકી ટીમે કાંસ્ય પદક જીત્યો
ભારતીય પુરુષ હોકી ટીમે આજે જર્મની સામે રમાયેલી મેચમાં 5-4થી જર્મનીને હરાવીને કાંસ્ય પદક જીતી લીધું છે. ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક રમતોમાં પદક જીત્યો
ભારતીય ટીમના સિમરનજીત, હાર્દિક, રુપિંદર પાલ અને હરમનપ્રિતે ગોલ કરીને ભારતને આ જીત અપાવી હતી. ભારતીય ટીમના ગોલકિપર શ્રીજેશે પણ જર્મીનીની ટીમના ઘણા ગોલ રોકીને ભારતીય ટીમને જીત અપાવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
શરુઆતના ક્વાર્ટરમાં જર્મનીની ટીમે પોતાની લીડ બનાવી હતી પરંતુ પછીના બીજ, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ગોલ કરીને 5 ગોલ કરીને લીડ મેળવી હતી. છેલ્લી 7 સેકન્ડમાં જર્મનીની ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો જે ભારતીય ટીમના ગોલકિપર શ્રીજેશે રોકી લઈને જર્મનીની કાંસ્ય પદક જીતવાની આશા નિષ્ફળ બનાવી હતી.
ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક રમતોમાં પદક જીત્યો છે. આ ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણ સહિતના નેતાઓએ અને દેશવાસીઓએ ભારતીય હોકી ટીમને શુભેચ્છાઓ આપી હતી.