આવતી કાલે બાબરી મસ્જિદ ધ્વંસ કેસનો ચુકાદો..જાણો બાબરી મસ્જિદ વિશે..
અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશીનાં ભાવિનો આવતીકાલે ફેંસલો, પરિણામ પહેલાં આ કેસ વિશે જાણવા જેવી સમગ્ર ધટના...
આ સુનાવણીમાં 32 આરોપી હતા. તેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાક્ષી મહારાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અનેક નેતાઓ હતાં.
લખનઉ હાઈકોર્ટના જૂના બિલ્ડિંગમાં અયોધ્યા કેસ કોર્ટરૂમ નંબર 18માં આ કેસની સુનાવણી કાચબાની જેમ ધીમી ગતિએ છેલ્લાં 28 વર્ષથી ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના રોજ આદેશ આપ્યો હતો કે આ કેસની ડે-ટુ-ડે બેઝિક પર સુનાવણી કરવામાં આવશે અને કેસના ન્યાયાધીશની ટ્રાન્સફર નહીં થાય, ત્યારે હવે ચુકાદો આપવાનો સમય આવી ગયો છે.
નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જે જમીનની માલિકી અંગે હતો, એમાં કોર્ટે રામ જન્મભૂમિ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ ક્રિમિનલ કેસ એનાથી સંપૂર્ણપણે જુદો છે.
CBIએ 5 ઓક્ટોબર 1993એ પહેલી ચાર્જશીટ દાખલ કરી. એમાં 40 લોકોને આરોપી બનાવાયા હતા. તેમાં ભાજપ-વિહિપના 8 નેતા સામેલ હતા. 2 વર્ષની તપાસ બાદ 10 જાન્યુઆરી 1996ના રોજ CBIએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી. આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડાયું હતું.