બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જેતપુરમાં ઘટી કરુણ ઘટના : બાઈક-એક્ટિવા વચ્ચે થયેલ અકસ્માતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત

રાજકોટના જેતપુરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં રક્ષાબંધનના દિવસે બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હોવાનું જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુર તાલુકાના અમરાપર ગામના વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવનાર હર્ષિતાબેન અજાણા રક્ષાબંધન હોવાના કારણે ભાઈને રાખડી બાંધીને ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત નડતા આ કરૂણ ઘટના બની હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, અમરાપરથી જેતપુર એક્ટિવા પર ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી આવી રહેલા બાઈક સવાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેમાં તે રોડ પર ગંભીર રીતે અથળાતા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેના કારણે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તાત્કાલિક સારવાર શરુ કરાઈ હતી. તેમ છતાં બપોર બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવાર અને જેતપુર પોલીસમાં શોકનું માહોલ ઉભું થઈ ગયું હતું. 

જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર, ભાવનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ભાઈને રાખડી બાંધીને પરત ફરી રહેલી બહેનનું અકસ્માતમાં મોત થયું હતું. રક્ષાબંધનના દિવસે જ બહેનનું મોત થતાં પરિવારમાં ખુશીઓ શોકમય બની ગઈ હતી. આ અગાઉ ઉપલેટામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં બાંટવામાં રહેનારી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે 5 વર્ષની બાળકીને લઈને ઉપલેટા જઈ રહી હતી. તે દરમિયાન ભાઇ-બહેન અને ભાણેજને મુકવા માટે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડતા બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.