બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

TRP કૌભાંડ: જાણો શું છે TRP અને તેને કેવી રીતે માપવામાં આવે છે...

ટીઆરપી કૌભાંડ: જાણો શું છે ટીઆરપી અને તેને કેવી રીતે માપવામાં આવે છે.
મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે ગુરુવારે એક પત્રકારપરિષદનું આયોજન કરીને સંબંધિત જાણકારી આપી હતી. તેમના મતે પોલીસને અત્યાર સુધી આવી ત્રણ ચેનલો અંગે જાણકારી મળી છે, જે કથિત રીતે આ રૅકેટમાં સંડોવાયેલી છે. મુંબઈ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, રિપબ્લિક ટીવી પર પૈસા આપીને ટીઆરપીની હેરાફેરી કરવાની શંકા છે અને તેની તપાસ ચાલી રહી છે. જો કે, રિપબ્લિક ટીવીએ તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ કરવાની વાત કરી છે. આવો સમજીએ કે ટીઆરપી શું છે, તે કેવી રીતે માપવામાં આવે છે અને તેનું મહત્વ શું છે. 

ટીઆરપી શું છે :
ટીઆરપીનો મતલબ છે ટેલિવિઝન રેટિંગ પોઈંટ. તેના દ્વારા એ જાણ થાય છે કે કોઈ ટીવી ચેનલ કે કોઈ શો ને કેટલા લોકોએ કેટલા સમય સુધી જોયું. તેનાથી આ જાણ થાય છે કે કંઈ ચેનલ કે કયો શો કેટલો લોકપ્રિય છે, તેને લોકો કેટલુ પસંદ કરે છે.  તેનાથી એ નક્કી થાય છે કોઈ ચેનલની લોકપ્રિયતા કેટલી હોય છે. જેની જેટલી વધુ ટીઆરપી, તેની એટલી જ વધુ લોકપ્રિયતા. હાલ BARC ઈંડિયા (બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉંસિલ ઈંડિયા)  ટીઆરપીને માપે છે. પહેલા આ કામ TAM કરતુ હતું. 

કેવી રીતે માપવામાં આવે છે ટીઆરપી :
હવે સમજીએ કે છેવટે કેવી રીતે ટીઆરપી કેવી રીતે માપવામાં આવે છે. સૌ પ્રથમ, તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ટીઆરપી વાસ્તવિક નથી પરંતુ અંદાજિત આંકડા છે. દેશના કરોડો ઘરોમાં ટીવી ચાલે છે, એ બધા પર કોઈ ખાસ સમયમાં શુ જોવામાં આવી રહ્યુ છે, તેને માપવુ વ્યવ્હારિક નથી, તેથી સૈપલિંગનો સહારો લે છે. 
ટીઆરપી માપવાની એજન્સીઓ દેશના જુદા જુદા ભાગો, વય જૂથો, શહેરી અને ગ્રામીણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ પસંદ કરે છે. કેટલાક હજાર ઘરોમાં પીપલ્સ મીટર નામનું એક વિશેષ ઉપકરણ ફીટ કરવામાં આવે છે. પીપલ્સ મીટર દ્વારા, તે ટીવી સેટ પર કેટલી ચેનલ, પ્રોગ્રામ અથવા શો કેટલી વાર અને કેટલા સમય માટે જોવામાં આવે છે તે જાણવામાં આવે છે.  એજન્સી પીપલ્સ મીટરથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કરે છે અને ટીઆરપી નક્કી કરે છે. આ નમૂનાઓ દ્વારા તમામ પ્રેક્ષકોની પસંદગીનો અંદાજ કાઢવામાં આવે છે. 

ટીઆરપીનું મહત્વ :
ખરેખર, ટીઆરપી એ ચેનલ, પ્રોગ્રામ અથવા શોની લોકપ્રિયતાનું માપ છે. ટીવી ચેનલોની આવકનો મુખ્ય સ્રોત જાહેરાતથી આવનારો પૈસો જ છે. જો વધુ ટીઆરપી હશે તો ચેનલ જાહેરાતો બતાવવા માટે વધુ ચાર્જ લેશે. અને જ્યા  ઓછી ટીઆરપી હોય, ત્યા જાહેરાતકર્તાઓ તેમાં રસ બતાવશે નહીં અથવા તે ઓછા ભાવે જાહેરાત કરશે. આ વાત પરથી એ સ્પષ્ટ થાય કે જેટલી વધારે ટીઆરપી, એ ચેનલની આવક એટલી જ વધારે હોય છે.